<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th November 2025

દિલ્હી બ્લાસ્ટ બાદ સુરત શહેર હાઈ એલર્ટ પર:1600 CCTV કેમેરાનું સઘન નેટવર્ક : આઘુનિક AI ટેક્નોલોજીથી હિસ્ટ્રી શીટરોનું નિરીક્ષણ

ગુજરાતમાં પ્રથમ વખત સુરત પોલીસ ધ્વરા AI કેમેરાથી તમામ વિસ્તારમાં ગતિવિધિઓનું ઓટોમેટિક નિરીક્ષણ :અનુપમસિંહ ગેહલોત

સુરત :રાજધાની દિલ્હીમાં તાજેતરમાં બનેલી કાર બ્લાસ્ટની ઘટનાના પગલે સુરત શહેર પોલીસ હાઈ એલર્ટ મોડ પર આવી ગઈ છે. શહેરના સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવા માટે સુરત પોલીસે  હવે આઘુનિક  ટેક્નોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સનો સંકલિત ઉપયોગ શરૂ કર્યો છે, જેમાં સુરત પોલીસ કમિશનર  અનુપમસિંહ ગેહલોત  ધ્વરા સુરત શહેરની AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) આધારિત  શહેરના તમામ વિસ્તાર માં લગાવેલા કેમેરા નેટવર્કનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. શહેર પોલીસ  સુરત ઓન ડેશ મઘ્ય્મ થી AI કેમેરાથી તમામ ગતિવિધિઓનું ઓટોમેટિક નિરીક્ષણ કરાઈ રહ્યું છે.

સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ સુરત પોલીસ દ્વારા શહેરભરમાં ફેલાયેલા 1600 જેટલા CCTV કેમેરાના વિશાળ નેટવર્ક મારફતે  સુરત શહેર  કંટ્રોલ રૂમ માં ઓન ડેશ  ધ્વરા તમામ ગતિવિધિઓ પર સતત અને ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ નેટવર્ક દ્વારા શહેરના જાહેર સ્થળો, મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં થતી નાનીમાં નાની શંકાસ્પદ હિલચાલને પણ ઝડપી લેવામાં આવે છે.સાથે સાથે  પ્રવેશ દ્વાર અને શહેર બહાર જવના તમામ રસ્તા પર સિસિટીવી મઘ્ય્મ થી ચેકિંગ હાથ ઘરવમાં આવ્યું છે

સુરત શહેરની સુરક્ષા વ્યવસ્થામાં આધુનિકતા લાવા માટે  સુરત પોલીસે  ગુનેગાર કરતા એક કદમ આગળ વિચાર કરીને AI બેઝડ કેમેરાની મદદ લેવાનું શરૂ કર્યું છે. આ કેમેરાની મુખ્ય વિશેષતા એ છે કે તેમાં સુરત શહેરના 1100 વધુ જેટલા હિસ્ટ્રી શીટરોનો ડેટા અપલોડ કરવામાં આવ્યો છે. આ ડેટાના સાથે નેશનલ ક્રાઇમ ના આધારે, AI કેમેરા આ હિસ્ટ્રી શીટરોની શહેરના વિવિધ વિસ્તારોમાં થતી ગતિવિધિઓનું ઓટોમેટિક નિરીક્ષણ કરી શકે છે. જો આ 1100માંથી સાથે નેશનલ ક્રાઇમ મદદ થી કોઈ પણ હિસ્ટ્રી શીટર શંકાસ્પદ પ્રવૃત્તિમાં સામેલ થવાનો પ્રયાસ કરે, તો AI સિસ્ટમ તાત્કાલિક પોલીસને એલર્ટ મોકલી આપે છે. આનાથી પોલીસને સંભવિત ગુના કે અનિચ્છનીય ઘટના બનતા પહેલા જ પગલાં લેવામાં મદદરૂપ થઇ શકે છે.

સુરતનું હજીરાનું ઔદ્યોગિક ક્ષેત્ર ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને સંવેદનશીલ છે. આ વિસ્તારમાં પણ સુરક્ષાની દ્રષ્ટિએ વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, દેશના મોટા મહાકાય એકમો હજીરાના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર સહિત તમામ જગ્યાઓ પર AI બેઝડ કેમેરા દ્વારા સતત નિરીક્ષણ રાખવામાં આવી રહ્યું છે. વધુમાં, ઔદ્યોગિક એકમોના ખાનગી કેમેરા નેટવર્કની મદદ પણ લેવામાં આવી રહી છે, જેથી આ વિસ્તારની સુરક્ષામાં કોઈ કચાસ ન રહે.

સુરત શહેરમાં AI અને CCTV કેમેરાના નેટવર્ક ઉપરાંત સાથે પોલીસ દ્વારા પોતાનું મેન્યુઅલ હ્યુમન સોર્સની મદદથી પણ શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે. ટેક્નોલોજી અને મેન્યુઅલ ઇન્ટેલિજન્સનું આ સંકલન સુરત શહેરને કોઈ પણ પ્રકારના આતંકવાદી કે અસામાજિક તત્વોના પ્રયાસોથી સુરતને સુરક્ષિત રાખવા માટે નિર્ણાયક સાબિત થશે. દિલ્હી બ્લાસ્ટ બાદ સુરત શહેરમાં  પોલીસની આ સક્રિયતા વધી ગઈ છે. ઉલ્લેખનીય બાબત એ છે અગાવ સુરત શહેરમાં આતંકવાદી પ્રવુતિ થઇ ચુકી છે 2008 માં સુરત પોલીસ ને જીવતા બોબ મળ્યા હતા 1992 ઘટના બાદ સુરતમાં થી ભારે માત્ર હથિયાર મળ્યા હતા સુરત શહેર પહેલથી આતંકવાદ સોફ્ટ ટાર્ગેટ રહ્યું છે સુરત પોલીસ પહેલથી આતંકવાદ બાબતે સર્કતાર્ક રાખવમાં આવી રહ્યું છે સુરતમાં  આગાવ સિમી અને શહેરમાં મળી આવેલા  બોમ પ્લાન્ટ માં સાથનિક મદદગાર ની ઘરપકડ કરી હતી તે તમામ લોકો ની પણ ક્રાઇમ બ્રાન્ચ  અઘીકારીઓએ પુછપરછ કરવમાં આવી હતી

(1:30 PM IST)