<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th November 2025

ગુજરાત ATS દ્વારા ત્રણ આતંકીઓને પકડાયા બાદ રાજ્યભરમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક

રાજ્યના પોલીસ વડાએ વીડિયો કોન્ફરન્સ મારફતે તમામ જિલ્લા અને શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓને એલર્ટ રહેવા સૂચના:આતંકી મોડ્યુલની સંભવિત પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને સ્થાનિક સ્તરે કડક ચકાસણી અને સતત નજર રાખવા આદેશ

અમદાવાદ :  ગુજરાત ATS દ્વારા ત્રણ આતંકીઓને પકડાયા બાદ રાજ્યભરમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. રાજ્યના પોલીસ વડાએ વીડિયો કોન્ફરન્સ મારફતે તમામ જિલ્લા અને શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓને એલર્ટ રહેવા સૂચના આપી છે. આતંકી મોડ્યુલની સંભવિત પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને સ્થાનિક સ્તરે કડક ચકાસણી અને સતત નજર રાખવા આદેશ આપવામાં આવ્યો છે. 

  ATSએ ઉચ્ચ પોલીસ અધિકારીઓને આતંકી નેટવર્ક સંબંધિત મહત્વપૂર્ણ માહિતી પણ આપી છે. સાથે જ NDPS અને હથિયાર સંબંધિત ગુનેગારો પર વિશેષ વોચ રાખવાની તેમજ અગાઉ પકડાયેલા આરોપીઓની ફરી તપાસ કરવાની સૂચના આપવામાં આવી છે. શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવા SOGની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવા પણ આદેશ આપવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં વિશેષ તકેદારી રાખી દરેક શંકાસ્પદ હલચલ પર ચુસ્ત નજર રાખવા પોલીસે નિર્દેશ આપ્યા છે.

 

(1:49 PM IST)