<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th November 2025

સુરતના કડોદના પર્વતારોહી પિતા-પુત્રના બરફમાં દટાઇ જવાથી મોતઃ અંતિમ યાત્રામાં ગામ હિબકે ચડયુ

નેપાળ ખાતે અન્નપુર્ણા-૩ શિખર સર કર્યા બાદ હિતવર્ષા થયેલ

સુરત, તા. ૧૩: જિલ્લાના બારડોલી તાલુકાના કડોદ ગામના એક પિતા અને પુત્રીની સાહસિક પર્વતારોહણની યાત્રાનો કરુણ અંત આવ્‍યો છે. નેપાળ ખાતે પર્વતારોહણ માટે ગયેલા આ પિતા-પુત્રીનું હિમવર્ષામાં દબાઈ જવાથી અવસાન થયું હતું. આજે કડોદ ગામેથી તેમની અંતિમ યાત્રા નીકળતા સમગ્ર ગામમાં ગમગીની છવાઈ ગઈ હતી.

બંને પર્વતારોહકોએ નેપાળમાં સ્‍થિત અન્નપૂર્ણા-૩ પર્વતમાળા સર કરી હતી અને લગભગ ૨૩ હજાર ફૂટની ઉચાઈએ પહોંચ્‍યા હતા. આ સિદ્ધિની ઉજવણી રૂપે તેમણે ત્‍યાં તિરંગો પણ લહેરાવ્‍યો હતો. જોકે, સિદ્ધિ હાંસલ કર્યા બાદ ત્‍યાં ભારે હિમવર્ષા શરૂ થઈ હતી, જેના કારણે પિતા અને પુત્રી બંને બરફમાં દબાઈ જતાં તેમનું મળત્‍યુ થયું હતું.

આ દુઃખદ ઘટના બાદ ગત રોજ તેમના મળતદેહને કાઠમંડુથી મુંબઈ સુધી હવાઈ માર્ગે લાવવામાં આવ્‍યા હતા. આજે તેમના પાર્થિવ દેહને વતન કડોદ ગામે લાવવામાં આવતાં ગામના માર્ગો પર શોકનો માહોલ છવાયો હતો. જે પિતા-પુત્રી પોતાના સાહસ અને સિદ્ધિ માટે જાણીતા હતા, તેમની એકસાથે નીકળેલી અંતિમ યાત્રાએ આખા ગામને રડાવ્‍યું હતું.

(3:01 PM IST)