તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th November 2025
છોટાઉદેપુરના બોડેલીમાં અજાણ્યા લોકો દ્વારા ૮ ગાયો પર ધારદાર હથિયારથી હુમલો
અમાનવીય કૃત્યથી લોકોમાં રોષ : પોલીસે આરોપીને પકડવા ટીમો બનાવી

અમદાવાદ : છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં છેલ્લા બે દિવસથી અમાનવીય કળત્યની ઘટનાઓ સામે આવતાં લોકોમાં ભારે રોષ ફેલાયો છે. કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ધારદાર હથિયાર વડે ૮ જેટલી ગાયોને નિશાન બનાવી ગંભીર રીતે ઘાયલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, બોડેલીમાં અજાણ્યા શખસે જે રીતે ગાયોને નિશાન બનાવી છે, તે ખૂબ જ ક્રૂરતાભર્યું છે. રોડ ઉપર રખડતી આઠ જેટલી ગાયોને ધારદાર હથિયાર વડે તેમના પેટના ભાગે ૫થી ૬ ઈંચનો ઊંડો ઘા મારીને ઈજાગ્રસ્ત કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ બોડેલી પોલીસને થતાં પોલીસે તાત્કાલિક ઈજાગ્રસ્ત ગાયોને શોધીને પશુ ચિકિત્સક પાસે સારવાર માટે મોકલી હતી. આ ઘટનાને પગલે બોડેલી પોલીસે ગાયોને ઘાયલ કરનારા આવા તત્વોને શોધી કાઢવા માટે સઘન તપાસ શરૂ કરી છે. પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી છે. આ ઉપરાંત બોડેલીમાં તમામ જગ્યાના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે અને આવા કળત્ય કરતા ઇસમને પકડવા માટે વિસ્તારમાં કડક વોચ ગોઠવી દેવામાં આવી છે.
સ્થાનિક લોકોમાં આ અમાનવીય ઘટના પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો આવા ક્રૂર તત્ત્વોને વહેલી તકે શોધી કાઢી જેલના સળિયા પાછળ ધકેલી દેવા માટે પોલીસ સમક્ષ માંગ કરી રહ્યાં છે.
(3:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
