તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th November 2025
એક રીલ આધારે દેશભરમાં કરોડોના ફ્રોડ દ્વારા હાહાકાર મચાવનાર ચીટર સુધી સુરત સાયબર ક્રાઇમ પહોંચી ગઇ
આ નાનકડી ફરીયાદને અનુભવ આધારે મોટી ગણી.... ક્રાઇમ બ્રાન્ચ વડા રાઘવેન્દ્ર વસ્ત સાથે તાકીદે ચર્ચા કરી અને સાયબર ક્રાઇમના કાર્યદક્ષ મહિલા ડીસીપી બિશાખા જૈનને સીપી અનુપસિંહ ગેહલોત દ્વારા તપાસ સુપ્રત કરતા યુદ્ધના ધોરણે તપાસ સાયબર ક્રાઇમના સ્વર્ગ સમા ડેન્જર ગામ જામતારા સુધી ટીમો પહોંચેલ..., અશકય શકય આ રીતે બન્યું.... અદભુત કથાની ભીતરી કથા... : આખી ગેંગ ૭ થી ૯ થી આગળ કોઇ ભણ્યું નથી, આમ છતાં આખી ગેંગનું સંચાલન કોર્પોરેટ જગત જેવા પ્લાનિંગ સાથે થતું હોવાનું જાણી પોલીસ પણ દંગ બની ગયેલ...

રાજકોટ, તા. : ૧૩, યુવા પેઢી સાથે હવે મધ્યમ વયની પેઢીમાં સોશિયલ મીડીયામાં રીલ બનાવી છવાઇ જવાના અભરખા જાગ્યા છે. તેમાંથી ગુન્હાહિત રસ્તે વળેલાઓ પણ પોતાની જાતને રોકી શકતા ન હોવાથી કેવી જેલ યાત્રાના યોગ બને છે તેની રસપ્રદ કથા બહાર આવી છે.
ઘટનાની શરૂઆત કયાંથી થઇ ?
આ સમગ્ર પ્રકરણની શરૂઆત ર૭ ઓગસ્ટ, ર૦રપ ના રોજ થઇ હતી. સુરતના એક વરિષ્ઠ નાગરિકને અજાણ્યા નંબર પરથી આર.ટી.ઓ.નું ઇ-ચલણ ભરવા માટે વોટ્સએપ પર એક લિંક મળી હતી. લિંક દેખાવમાં અસલ ચલણ જેવીજ હતી. પરંતુ તેમાં એક એપીકે ફાઇલ જોડાયેલી હતી. જેવી ફરીયાદીએ લિંક પર કિલક કરી અને પ્રોસેસ ફોલો કરી તેમનો મોબાઇલ હેક થઇ ગયો. હેકર્સે ફોનનો પૂરો કંટ્રોલ મેળવી લીધો અને ગણતરીની મિનિટોમાં બેન્ક ઓટીપી મેળવી તેમના ખાતામાંથી રૂા. ર,૪પ,૦૦૦ ટ્રાન્સફર કરી લીધા હતા. ૧ સપ્ટેમ્બર, ર૦રપ ના રોજ આ અંગે સાયબર ક્રાઇમ નોંધાઇ હતી.
ભારે વ્યવસ્તતા વચ્ચે આખા દિવસ દરમિયાન બનેલી ઘટના, મહત્વની ઘટનાઓ તેમની સૂચના મુજબ હાઇલાઇટ કરી મોકલવાની સૂચના મુજબ આ ફરિયાદ ધ્યાને આવતા જોઇન્ટ પોલીસ કમિશનર સાથે ચર્ચા કરી ડીસીપી બિશાખા જૈનના નેતૃત્વ નીચે એસીપી શ્વેતા ડેનિયલ સહિત ટીમને સોંપવામાં આવી.
ડીસીપી બિશાખા જૈન દ્વારા તુર્ત આ મામલાની તપાસ માટે યુદ્ધના ધોરણે વિવિધ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કરાવ્યો. ટેકનીકલ સર્વેલન્સ અને મની ટ્રેલ (પૈસા કયાં ગયા તેની તપાસ)ના આધારે જાણવા મળ્યું કે પૈસા કોલકાતાના કેટલાક યુવકોના ખાતામાં જમા થયા હતા. સુરત પોલીસની ટીમ તાત્કાલીક કોલકાતા પહોંચી અને ત્યાંથી લાઇક નાફિઝ અને મોહમ્મદ અસલમ ઉર્ફે ગુડ્ડુની ધરપકડ કરી. તેમની પૂછપરછમાં ઝારખંડના જામતારા અને દેવધર જીલ્લમાં બેઠેલા મુખ્ય માસ્ટરમાઇન્ડ મોહમ્મદ સરફરાઝનું નામ ખુલ્યું હતું.
ઇન્સ્ટાગ્રામ રીલે પોલીસને રસ્તો બતાવ્યો.
પોલીસ પાસે આરોપીઓ સુધી પહોંચવા માટે કોઇ ‘હ્યુમન ઇન્ટેલિજન્સ' કે પાક્કી બાતમી નહોતી. ટેકિનકલ તપાસ પણ અટકી પડી હતી. ત્યારે પોલીસે આરોપીઓના ડિજિટલ ફૂટપ્રિન્ટસ તપાસવાનું શરૂ કર્યું. તપાસ દરમિયાન પોલીસને આરોપી સરફરાઝના સોશિયલ મીડીયા એકાઉન્ટ પરથી એક ‘ઈન્સ્ટાગ્રામ રીલ' મળી આવી. જેમાં એક બાઇક દેખાતું હતું. આ બાઇકના ફોટા અને અન્ય વિગતોને આધારે પોલીસ આરોપીના ઘર સુધી પહોંચી હતી.
ઓપરેશન - ૧ (નિષ્ફળ) અને ઓપરેશન-ર(સફળ) સુરત સાયબર સેલની ટીમે ઝારખંડમાં ૧૦ દિવસ સુધી ધામા નાંખ્યા. જયારે પોલીસ પહેલીવાર સરફરાઝના ઘરે પહોંચી ત્યારે આરોપીને ગંધ આવી ગઇ હતી. તે એટલો શાતિર હતો કે પોલીસ પહોંચે તે પહેલાં જ તેણે પોતાનો ફોન સ્વીચ ઓફ કરી દીધો અને તમામ ડેટા નષ્ટ કરી નાસી છૂટયો. પોલીસને માત્ર ખાલી ઘર મળ્યું. જો કે, પોલીસે હિંમત હાર્યા વગર તપાસ ચાલુ રાખી અને સ્થાનિક પોલીસની મદદ લીધી. નવી બાતમી મળી કે આરોપી તેના સાસરીયામાં છુપાયો છે. રાત્રે ૧:૩૦ વાગ્યે, જયારે બધા ગાઢ ઉંઘમાં હતા ત્યારે પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં દરોડો પાડયો અને મુખ્ય સૂત્રધાર મોહમ્મદ સરફરાઝ (ઉ.વ. ર૪), રિયાઝ અન્સારી (ઉ.વ. રર) અને શહેઝાદ અન્સારી (ઉ.વ. ર૦) ને ઝડપી લીધા હતા.
ઓછું ભણેલા પણ ‘પ્રોફેશનલ ક્રિમિનલ' જેવું મગજ : પોલીસ માટે સૌથી આヘર્યજનક બાબત આરોપીઓનું શિક્ષણ હતું. મુખ્ય આરોપી સરફરાઝ ૯ મું ધોરણ નાપાસ છે. જયારે તેના સાગરીતો માત્ર ૭ કે ૮ ધોરણ સુધી જ ભણેલા છે. આમ છતાં, તેઓ ‘થ્રી-લેયર' (ત્રણ સ્તર) મોડસ ઓપરેન્ડીથી કામ કરતા હતા. એક ગ્રૃપ લિંક મોકલે અને ત્રીજુ ગ્રૃપ પૈસા ટ્રાન્સફર કરે. પોલીસ પણ તેમની આયોજનબદ્ધ રીતે જોઇને ચોંકી ઉઠી હતી.
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
