તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th November 2025
સુરભી ડેરીનું નકલી પનીર પકડાવવા મામલે ડેરીના સંચાલકો સામે કાર્યવાહીની તૈયારી : નોંધાશે ગુનો
રિપોર્ટ આવ્યા બાદ લોકોના આરોગ્ય સાથે ચેડા, છેતરપિંડી સહિતની ગુનો સંચાલકો સામે SOG પોલીસ નોંધશે

અમદાવાદ : સુરભી ડેરીનું નકલી પનીર પકડવાના મામલે એસઓજી પોલીસે સુરભી ડેરીના સંચાલકો સામે કાર્યવાહી કરવાની કમર કસી છે. સુરભી ડેરીના સંચાલક શૈલેષ છગનભાઈ પટેલ અને કૌશિક વલ્લભભાઈ પટેલ સામે કરવામાં આવશે કાર્યવાહી. બંને સંચાલકોએ ઓરીજનલ પનીર ન હોવાનું પોલીસ સમક્ષ કબુલ્યું છે. સુરભી ડેરી દ્વારા બનાવવામાં આવતું પનીર એનાલોગ પનીર હતું. પોલીસ માત્ર લેબોરેટરી ટેસ્ટના રિપોર્ટની રાહ જોઈ રહી છે. સંચાલકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવા રિપોર્ટની રાહ છે. રિપોર્ટ આવ્યા બાદ લોકોના આરોગ્ય સાથે ચેડા, છેતરપિંડી સહિતની ગુનો સંચાલકો સામે SOG પોલીસ નોંધશે.
(6:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
