<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th November 2025

વાંસદામાં રહેણાક મકાનમાંથી દીપડાના ચામડા સાથે 4 ઝડપાયા

રાણી ફળિયા વિસ્તારમાં વન વિભાગે રહેણાક મકાનમાં દરોડા પાડીને દીપડાનું ચામડું ઝડપી પાડ્યું

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના રાણી ફળિયા વિસ્તારમાં વન વિભાગે રહેણાક મકાનમાં દરોડા પાડીને દીપડાનું ચામડું ઝડપી પાડ્યું છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ વન વિભાગે ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે. વન વિભાગે દીપડાના ચામડાનો કબજો લઈને આ ચામડું ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને તેનો ઉપયોગ શા માટે થવાનો હતો, તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

 


 

(11:03 PM IST)