<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th November 2025

વડાપ્રધાન મોદીના આગમનને લઈ સુરતથી નિયોલ સુધી હાઈ સિક્યોરિટી ઝોન : ડો. પ્રેમવીરસિંગે

સુરત જિલ્લાના કડોદરા ખાતે PMના રૂટ પર રસ્તા માં રખડતા ઢોર અવરોધ નહીં બને માટે પકડવા ગ્રામપંચાયતોને સૂચના પરંતુ આમ આદમી પરેશની થઇ તો કઈ નહિ .....?વારંવાર રખડતા ઢોર વાહન ચાલાક માટે અવરોધ અને નાનાં મોટા અકસ્માત બનવા છતાં પણ ગ્રામપંચાયતો ધ્વરા કાર્યવાહી નહિ ......?

સુરત તા.૧૪ : સુરત જિલ્લમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી 15મી નવેમ્બરના રોજ અંત્રોલી બુલેટ ટ્રેન સ્ટેશન ખાતે ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરવા આવી રહ્યા છે. જેને અનુલક્ષીને અંત્રોલીથી લઈ નિયોલ સુધી સુરક્ષા વ્યવસ્થાને લઈને તડામાર તૈયારીઓ છે.

PMના રૂટ પર રખડતા ઢોરો અવરોધરૂપ ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા આજુબાજુની ગ્રામ પંચાયતો અને નગરપાલિકાઓને લેખિત જાણ કરીને રખડતાં ઢોરોને પકડી લેવા સૂચના અપાઈ છે. જેમાં અંત્રોલી, નિયોલ, વરેલીથી લઈ કડોદરા સુધીનો સમાવેશ થાય છે.પરંતુ આમ પ્રજા ને અને વાહન ચાલક રસ્તા માં રખડતા ઢોરો કારણે અવરોધરૂપ નાના મોટા અકસ્માત થઇ છે ગંભીર ઇજાના કારણે મોત નીપજતું હોય છે છતાં પણ રખડતા ઢોરો ના મલિક પર પગલાં ભરવમાં નહિ આવતા હોય છે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા જિલ્લામાં ન્યુસન્સ રૂપ બનેલા  રખડતા ઢોરો પર કાયમ માટે રસ્તા પર વાહન ચાલક કે રાહદારી ઉકેલ આવશે  તેની પર રાહ જોવાશે .....?

PM મોદીની આ મુલાકાતને ધ્યાનમાં રાખીને સુરત શહેર અને ગ્રામ્ય પોલીસ દ્વારા અલગ-અલગ પોઈન્ટ્સ પર સઘન બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે. PM મોદી બુલેટ ટ્રેન સ્ટેશન પર ટ્રોલી પર બેસીને મેન્ટેનન્સ યાર્ડ સુધી જનાર હોવાથી આ રૂટના ખેતરાડી વિસ્તારોમાં પણ પોલીસના અલગ અલગ પોઈન્ટ્સ પર બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સુરત રેન્જ આઈજી ડો. પ્રેમવીરસિંગે પીએમ માટે નવા બનાવેલા  હેલીપેડ ખાતે પોતાના પોલીસ અધિકારીઓની બેઠક યોજી તેમને સુરક્ષા અંગે મહત્વની બ્રીફિંગ કર્યું હતું.આ મામલો હાઈ સિક્યોરિટી ઝોન લઈને હોય કોઈ સુરક્ષા ચૂક નહિ થઇ તે બાબતે અધીકારી ને નાના નાની બાબત બતાવમાં આવી હતી 

PM મોદીની આ મુલાકાતને ધ્યાનમાં રાખીને સુરતના સ્થાનિક મિડીયાને દૂર રખાયું‎....?

સુરત જિલ્લા વહીવટી તંત્રએ બુલેટ ટ્રેનના નિરીક્ષણ કાર્યક્રમથી સુરતના સ્થાનિક મીડિયાને દૂર રાખ્યું હોવાનું જાણવા મળ્યું છે. કાર્યક્રમની કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. માત્ર પોલીસ, વહીવટી તંત્ર અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કામ કરતા કર્મચારીઓના સુરત જિલ્લા ના કડોદરા પોલીસ ધ્વરા પાસ ઈશ્યુ કરવામાં આવ્યા છે.

(11:35 AM IST)