તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th November 2025
ગુજરાત હાઇકોર્ટ દ્વારા એડી. ચીફ જજો અને સીનીયર સિવિલ જજોની બદલીના હુકમોઃ રાજકોટ-મોરબીમાં ફેરફાર
સુરેન્દ્રનગર-ધોળકા-જેતપુરમાં પણ બદલીના આદેશોઃ રાજકોટના લેબર જજની સુરત ખાતે બદલી

રાજકોટ, તા. ૧૪: રાજકોટ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા રાજ્યના ન્યાયિક આલમમાં મોટાપાયે બદલીઓ કરવામાં આવી છે. આ નવા આદેશો અનુસાર સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ અને સુરત સહિતના શહેરોમાં ન્યાયાધીશોની નવી નિમણૂકો અને બદલીઓ કરવામાં આવી છે. ખાસ કરીને મોરબી કોર્ટમાં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે.
આ બદલીઓ અને નિમણૂકોની મુખ્ય વિગતો મુજબ મોરબી કોર્ટમાં થયેલા મહત્વના ફેરફારોમાં મોરબીમાં હવે નવા ચીફ જેએમએફસી તરીકે સુરેન્દ્રનગરના ભાવેશ વી. સંચાણીયા હવેથી મોરબીના ચીફ જેએમએફસી (જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ) તરીકેનો ચાર્જ સંભાળશે.
આંતરિક બદલીમાં મોરબીના વર્તમાન ચીફ જેએમએફસી જૈમીન જશવંતકુમાર ગઢવી હવેથી મોરબીમાં જ ૩જા (ત્રીજા) એડિશનલ ચીફ જેએમએફસી તરીકે કાર્યભાર સંભાળશે તેમ જાણવા મળે છે.
અન્ય નિમણૂકોમાં ચાંદનીબેન વાય. જાડેજા હવેથી મોરબીમાં જ ૪થા (ચોથા) એડિશનલ ચીફ જેએમએફસી તરીકેની જવાબદારી વહન કરશે.
જયારે સુરેન્દ્રનગરના જીતેન્દ્ર જે. જોષી ની બદલી મોરબી ખાતે કરવામાં આવી છે, તેઓ ત્યાં બીજા એડિશનલ ચીફ જેએમએફસી તરીકે ફરજ બજાવશે આ ઉપરાંત રાજકોટ અને અન્ય જિલ્લાઓની બદલીમાં હુકમોમાં જે ફેરફાર થયાં છે તેમાં રાજકોટથી જેતપુરમાં રાજકોટના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ રાજેશ એસ. પુરાની ની બદલી જેતપુર ખાતે કરવામાં આવી છે. અને લેબર જજની બદલીમાં રાજકોટના લેબર જજ દિપક જે. ચૌહાણની બદલી સુરત ખાતે કરવામાં આવી છે.
આમ ગુજરાત હાઇકોર્ટ દ્વારા ખાસ કરીને મોરબી અને રાજકોટમાં ફેરફારના હુકમો કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત ધોળકાના એડી. ચીફ. જજ એચ.એસ. લાંગાને પંચમહાલના ગોધામણ ખાતે મુકવામાં આવેલ છે. લીંબડીના બી.વી. સંચાલીયાને મોરબી ખાતે મુકવામાં આવ્યા છે. દાહોદના એડી. સિ. સિવિલ જજ પી.એસ. સુચકને દાહોદ ખાતે તેમજ સુરેન્દ્રનગરના ટી.એ. જાડેજાને સુરેન્દ્રનગરમાં જ ચોથા એડી. જજ માંથી ૩ જા એડી. જજ તરીકે મુકવામાં આવ્યા છે. ધોળકામાં મહુદ અંશે આંતરિક બદલીઓ કરવામાં આવી છે.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
