<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th November 2025

સુરત જિલ્લામાં પલસાણાના એના ગામે દીપડાનું બચ્ચું વન વિભાગના પાંજરે પુરાયું

ખેડૂતના મરઘાનો શિકાર કરવા આવતા 9 મહિનાનું બચ્ચું પકડાયું હજુ બીજા દીપડા બચ્ચ હોવાનું સાથનિક એ વન વિભાગ જાણ કરાઈ.?

સુરત જિલ્લના છેલ્લા કેટલાક સમય થી દીપડા દેખવાની ઘટના બનતી હતી વારંવાર વન વિભાગ ની ટિમ ધ્વરા પાંજરા મુકવાના આવતા હતા છતાં દીપડા દેખાવતા હોવાના સમાચાર વન વિભાગ ની ટિમ મળતા હોય છે ત્યારે વધુ એક ઘટના સુરતના  પલસાણા તાલુકાના એના ગામના ગોટીયા ફળિયામાં એક ખેડૂતના મરઘાનો શિકાર કરવા આવતા નવ મહિનાના દીપડાના બચ્ચાને વન વિભાગ ની ટિમ ને  પાંજરે પૂરવામાં સફળતા મેળવી છે. દીપડો પકડાયાની જાણ થતા જ આજુબાજુના ગામોના લોકો મોટી સંખ્યામાં તેને જોવા ઉમટી પડ્યા હતા.પરંતુ હજુ ખેતર માંથી દીપડા ના ત્રાડ વાનો અવાજ આવતો હોવાનું ગામના લોકો જણવ્યું હતું 

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એના ગામના ગોટીયા ફળિયામાં રહેતા વિજયભાઈ ભીખુભાઈ હળપતિ ખેતીની સાથે મરઘા પાલનનો વ્યવસાય કરે છે. છેલ્લા કેટલાક સમયથી તેમના મરઘા કેન્દ્ર ના મરઘાં નો શિકાર કરવા માટે ત્રણ જેટલા  દીપડાના બચ્ચા આવી રહ્યા હતા.આ બાબતે વિજયભાઈએ ફેન્ડસ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટના સભ્ય પિયુષભાઈ હળપતિને જાણ કરી હતી. પિયુષભાઈએ તુરંત ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડનો સંપર્ક કર્યો હતો. જતીન રાઠોડે આ મામલે સામાજિક વનીકરણ રેન્જ (તેન)ના આર.એફ.ઓ. સુધાબેન ચૌધરીને જાણ કરી હતી. જેના પગલે એના ના  ગોટીયા ફળિયામાં ખેતર પાસે મારણ મૂકીને પાંજરું ગોઠવવામાં આવ્યું હતું.
છેલ્લા બે દિવસથી દીપડા રાત્રે આઠ વાગ્યાની  આસપાસ મારણ મુકેલા  પાંજરા પાસે આવતા હતા, જેના વીડિયો પણ ઘરના માલિક વિજયભાઈએ ઉતાર્યા હતા. ગઈકાલે બપોરે જતીન રાઠોડ, કિરણ રાઠોડ, પિયુષભાઈ અને વનકર્મી સુનિલભાઈ રાવલે સાથે જઈને સ્થળની મુલાકાત લઈ પાંજરાને વ્યવસ્થિત ગોઠવ્યું આવ્યું હતું ગઈ રાત્રે આશરે  દીપડાનું બચ્ચું મરઘા ખાવાની લાલચે પાંજરે પુરાયું હતું. દીપડો પકડાયાની જાણ થતાં જ આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો તેને જોવા માટે ઉમટી પડ્યા હતા, આ બાબતે વિજયભાઈએ દીપડો પકડાયાની જાણ પિયુષભાઈને કરી, જેમણે જતીન રાઠોડને માહિતી આપી. ત્યારબાદ જતીન રાઠોડ, કિરણ રાઠોડ અને પલસાણા વનવિભાગના કર્મચારી સુનિલભાઈ રાવલ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
 પાંજરે પુરાયેલા દીપડાના બચ્ચું આશરે નવ મહિના હોવાનું વન વિભાગ ના અધીકારીએ  જણવ્યું હતું  દીપડા નું બચ્ચું નો  કબજો લઈ તેને તેન સામાજિક વનીકરણ રેન્જ ઓફિસ પર મૂકવામાં આવ્યું હતું  વિજયભાઈએ જતીન રાઠોડને જણાવ્યું હતું કે, જ્યારે દીપડાનું બચ્ચું પાંજરે પુરાયું અને તેઓ ઘરના સભ્યો સાથે પાંજરા પાસે ગયા, ત્યારે ઘરની પાછળ શેરડીના ખેતરમાં અન્ય દીપડા જોર જોરથી અવાજ કરી રહ્યા હતા. જોકે, લોકોનું ટોળું થતાં અન્ય દીપડાઓ શેરડીના ખેતર તરફ નાસી ગયા હતા.આ બાબતે વિજય ભાઈ જણવ્યું હતું કે જયારે દીપડા નું બચ્ચું પાંજરે પુરાર્યું ત્યારે અન્ય દીપડા ના બચ્ચા ખેતર પાસે ત્રાડ પડતા હતા લોકોનું ટોળું જોય ને ખેતર માં જતા રહ્યં હતા વન વિભાગે ટિમ ને વધુ એક વાર પાંજરું મુકવાનું વિજયભાઈ જણાવ્યું હતું

(12:54 PM IST)