<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th November 2025

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતા ફિલ્મ 'હેલ્લારો'ની અભિનેત્રી નીલમ પંચાલને અમદાવાદમાં કેબ ડ્રાઇવરે ધમકી આપી

પોલીસે તાત્કાલિક રેલવે વિભાગ સાથે સંકલન કરીને અભિનેત્રીને મુંબઈ જવા માટે અન્ય ટ્રેનમાં બેસવાની વ્યવસ્થા કરી આપી

અમદાવાદ : રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતા ગુજરાતી ફિલ્મ 'હેલ્લારો'ની અભિનેત્રી નીલમ પંચાલને અમદાવાદમાં એક કેબ ડ્રાઇવર તરફથી કડવો અનુભવ થયો હોવાની ઘટના બની છે. અભિનેત્રીએ પોતાને અસુરક્ષિત અનુભવતા તાત્કાલિક સોશિયલ મીડિયા X પર અમદાવાદ અને ગુજરાત પોલીસને ટેગ કરીને મદદની ગુહાર લગાવી હતી.

13 નવેમ્બરના રોજ, અભિનેત્રી નીલમ પંચાલે પોતાના ઘરેથી કાલુપુર રેલવે સ્ટેશન જવા માટે કેબ બુક કરી હતી, કેમ કે તેમને વંદે ભારત ટ્રેનમાં મુંબઈ જવાનું હતું. કેબમાં મુસાફરી દરમિયાન ડ્રાઇવર ગાડી ધીમી ચલાવી રહ્યો હતો અને ઝડપથી પહોંચવાના રૂટને બદલે બીજા રસ્તા પરથી લઈ જતો હતો. આ બાબતે અભિનેત્રી અને ડ્રાઇવર વચ્ચે બોલાચાલી થઈ હતી, ત્યારબાદ ડ્રાઇવરે તેમને ધમકી આપી હતી. કેબમાં એકલા હોવાથી નીલમ પંચાલે તાત્કાલિક X પર પોસ્ટ કરીને ધમકી અને અસુરક્ષા અનુભવવાની વાત જણાવી હતી.

PIએ અભિનેત્રી સાથે વાતચીત કરીને સમગ્ર ઘટનાની જાણકારી મેળવી હતી. આ વિલંબના કારણે નીલમ પંચાલની વંદે ભારત ટ્રેન સહિતની બે ટ્રેન છૂટી ગઈ હતી. પોલીસે તાત્કાલિક રેલવે વિભાગ સાથે સંકલન કરીને અભિનેત્રીને મુંબઈ જવા માટે અન્ય ટ્રેનમાં બેસવાની વ્યવસ્થા કરી આપી હતી. પોલીસની સમયસરની મદદથી અભિનેત્રીએ રાહત અનુભવી હતી અને રાત્રે X પરની પોસ્ટ ડિલીટ કરી દીધી હતી

(1:35 PM IST)