તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 14th November 2025
એરંડામાંથી 'રાઈઝીન ઝેર' બનાવવાનો ભયાનક પ્લાન નિષ્ફળ: ગુજરાત ATS ને મોટી સફળતા
કારમાંથી મળેલા એરંડાના જથ્થાને કારણે પૂછપરછ કરાતા સમગ્ર બાયો-ટેરર પ્લાનનો ચોંકાવનારો ખુલાસો થયો

ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ એક મોટી સફળતા મેળવીને દેશમાં બાયો-ટેરર ફેલાવવાના પાકિસ્તાન પ્રેરિત ભયાનક ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. ગુજરાત ATSએ હથિયારો સાથે હૈદરાબાદના 35 વર્ષીય ડૉ. અહેમદ સૈયદ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. તેમની કારમાંથી મળેલા એરંડાના જથ્થાને કારણે પૂછપરછ કરાતા સમગ્ર બાયો-ટેરર પ્લાનનો ચોંકાવનારો ખુલાસો થયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, ડૉ. અહેમદ સૈયદ, આઝાદ શેખ અને મોહંમદ સલીમખાન પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન ISKP (ઇસ્લામીક સ્ટેટ ઓફ ખોરાસન પ્રોવિન્સ) માટે ભારતમાં સક્રિય હતા. આ ટોળકી એરંડાના બીજ ઉપર ખાસ કેમિકલ પ્રોસેસ કરીને અત્યંત ઘાતક ‘રાઈઝીન’ ઝેર બનાવવાની ગતિવિધિ ચલાવી રહી હતી. રાઈઝીન ઝેરનો પાઉડર ફોર્મમાં ઉપયોગ ખાવા-પીવાની વસ્તુઓ અને વાયુ સ્વરૂપે કરીને લાખો લોકોને ગણતરીના કલાકોમાં મોતને ઘાટ ઉતારવાનો આતંકી મનસૂબો હતો.
ડૉ. અહેમદ, જે છ ભાઈ-બહેનોમાં સૌથી નાનો અને એમ.બી.બી.એસ. ડૉક્ટર છે, તેણે પરિવારને ગુજરાતમાં વ્યવસાય કરતો હોવાનું કહીને છેતર્યો હતો. તેણે આઈએસકેપીના હેન્ડલર અબુ ખલીજા સાથે આઠ મહિનામાં અનેક વખત ચેટ કરી હતી, જેમાં રાઈઝીન ઝેર બનાવવાની અને બાયો-ટેરર ફેલાવવાની યોજનાઓ ઘડવામાં આવી હતી. આ પ્લાન માટે તેણે રાજસ્થાન સરહદે ડ્રોન મારફતે મગાવેલા ત્રણ પિસ્ટલ અને ૩૦ કારતૂસ સાથે તે પરત ફરી રહ્યો હતો.
જોકે, ગુજરાત ATSને હથિયારની બાતમી મળી હતી. આરોપીઓની કારમાંથી હથિયારો સાથે ચાર લિટર એરંડાનું તેલ જોઈને ATSને શંકા ગઈ. કડક પૂછપરછમાં ડૉ. અહેમદ ભાંગી પડ્યો અને તેણે બાયો-ટેરરના આંતકવાદી ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો. ATSની સમયસર કાર્યવાહીએ ગુજરાતમાં એક મોટી માનવ દુર્ઘટના અટકાવી છે. અગાઉ ૨૦૧૮માં જર્મનીમાં પણ આઈએસના આતંકી દ્વારા રાઈઝીન ઝેરથી આતંક મચાવવાનો પ્રયાસ નિષ્ફળ કરાયો હતો.
(2:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
