News of Friday, 14th November 2025
ભારતના પ્રસિદ્ધ આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની, ધાર્મિક સુધારક અને જનજાતિ હિતોના રક્ષક એટલે બિરસા મુંડા
ભગવાન બિરસા મુંડાની આવતીકાલે ૧પ૦ મી જન્મજયંતિ : બિરસાની લડતના મુખ્ય કારણ : જમીન શોષણ, ધાર્મિક દમન અને આર્થિક શોષણઃ ‘‘જમીન આપણી માતા છે એન ક્યારેય છોડવી નહીં''

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપી : ભગવાન બિરસા મુંડા ની આવતીકાલે એટલે કે ૧પ મી નવેમ્બર ૨૦૨પ ના રોજ જન્મજયંતિ છે, જેની ભવ્ય ઉજવણી ગુજરાત ના ડેડીયાપાડા કરાશે જેમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી પણ ભાગ લેશે અને આદિવાસી સમુદાયના કરોડો રૂપિયાના વિકાસકાર્યોના શિલાન્યાસ અને લોકપર્ણ કરશે.
આ વેળા એ આવો આપણે ભગવાન બિરસા મુંડા વિશે જોઇએ...૧પ મી નવેમ્બર ૧૮૭પ ના રોજ બિહાર ના ખૂંટી જીલ્લા ના ઉલોહાત ખાતે આદિવાસી સમાજના સામાન્ય પરીવારમાંથી આવ્યા હતા. જન્મ માતા નું નામ કરમી હતુ અને પિતા નું નામ સુગના મુંડા હતું. બિરસા કુલ ૩ ભાઇ બહેન હતા જેમાં તેવો બીજા ક્રમે હતા, તેવો બાળપણ થી જ તેજસ્વી અને આધ્યાત્મિક વિચારના હતા, તેમના પરીવારની આર્થિક સ્થિતિ જમીન પર આધારિત હતી, ખેતી ઉપરાંત જંગલ માંથી લાકડું, આહાર ફળ એકત્ર કરવું એ એમની જીવનશૈલી હતી.
બિરસા મુંડા ભારતના પ્રખ્યાત આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની અને લોકનાયક હતા, તેમણે જોયું કે બ્રિટિશ શાસન અને જમીનદારી પ્રથા દ્વારા આદિવાસીઓની જમીન છીજવાઇ રહી હતી, તેમના ધર્મ, સંસ્કૃતિ અને જીવનશૈલી ઉપર પણ હુમલા થઇ રહ્યા હતા.
બિરસા મુંડા એ જે વિદ્રોહ ચલાવ્યો એમની પાછળ મુખ્ય ૩ કારણ હતા ૧. જમીન નો શોષણ : બ્રિટિશરો એ જમીનદારી પ્રથા અમલમાં મૂકી, તો જમીન માલિકોએ આદિવાસીઓની જમીન જપ્ત કરી અને જેને લઇને મુંડા સમાજ ની પરંપરાગત જમીન હક્ક ખતમ થવા લાગ્યા. ૨. આર્થિક દમન : ખ્રિસ્તી મિશનરીઓએ આદિવાસીઓને ધર્માંતરણ કરાવવા દબાણ કર્યું. જેનો બિરસા એ વિરોધ કર્યો અને બિરસા ધર્મ શરૂ કર્યો જે આદિવાસી ધર્મ અને આત્મસન્માન પર આધારિત હતો. ૩. આર્થિક શોષણ : આદિવાસી ખેડૂતો ઉપર ભારે ટેક્સ, મજૂરી, અને દાસત્વ થોપાયું જેને પગલે લોકો બેરોજગાર બન્યા અને ભૂખમરા નો માહોલ ઉભો થયો.
બિરસા મુંડા એ પ્રથમ વખત ૧૮૯૪ માં દુર્ભિક દરમ્યાન આદિવાસી ખેડૂતો ના હક્ક માટે અવાજ ઉઠાવ્યો, માત્ર ૨૦ વર્ષ ની વયે ૧૮૯પ માં તેમણે બ્રિટિશ વિરુદ્ધ બળવો શરૂ કર્યો, એ બળવો ‘‘ઉલગુલાન'' એટલે કે મહા વિદ્રોહ તરીકે ઓળખાય છે, તેમના ધ્યેય હતો બ્રિટિશ રાજ અને જમીનદારી ખતમ કરી અને એ બળવા એ બ્રિટિશ રાજ ના પાયા હચમચાવી નાખ્યા.
બિરસા એ હજારો મુંડા, ઉરાઓ, ખારિયા ના યુવાનો ને એકત્રિત કર્યા અને નારો આપ્યો આપણે પોતાના ધર્મ અને જમીન માટે લડીશું, જોતજોતામાં આ આંદોલન રાંચી, ખૂંટી, ચાઇ બાસા, અને સિંગ ભૂમિ સુધી ફેલાયું, જેને પગલે બ્રિટિશ સરકારે બિરસા અને તેના સાથી ઓ પર દમન કર્યું. ૧૮૯૭ માં બિરસા ની ધરપકડ કરવામાં આવી, પરંતુ જેલમાં આવી, પરંતુ જેલ માંથી છૂટી બિરસા એ ફરી લડત ચાલુ રાખી, બ્રિટિશરો એ છોટા નાગપુર ટેનન્સી એક્ટ પસાર કર્યો જેમાં આદિવાસી ઓ ની જમીન બહારના લોકો ખરીદી ના શકે તેવી જોગવાઇ કરી,૧૮૯૯ અને ૧૯૦૦ માં આ લડત વધુ તિવ્ર બની, પરંતુ બ્રિટિશો એ મોટું દમન કર્યું, અને કહેવાય છે કે ૩ ફેબ્રુઆરી ૧૯૦૦ ના રોજ બિરસા મુંડા ની ધરપકડ કરવામાં આવી અને ૯ મી જુન ૧૯૦૦ ના રોજ રાંચી ની જેલમાં જ તેમનું રહસ્યમય રીતે અવવાન થયું, બિરસા નુ સમગ્ર જીવન આંદોલન, સામાજિક સેવા અને યુવાનો ને એકત્રિત કરવામાં જ વિતાવી દીધું, તેમણે લગ્ન પણ નહોતા કર્યા તેમનું આખું જીવન આદિવાસી સમુદાયને અર્પિત હતું.
બિરસા મુંડા ની લડત અને વિચારો વિના ઝારખંડ ના રાજકીય અને સાંસ્કૃતિક આંદોલનો માં પ્રતિકાર, સ્વાભિમાન, અને સ્વરાજ એ બિરસા મુંડા નું પ્રતીક મનાય છે, દરેક આંદોલનકારી એ બિરસા ને ‘‘ઝારખંડ ના ભૂમિપુત્ર'' તરીકે માન આપ્યું. આજે ઝારખંડ ની રાજધાની રાંચી માં તેમના નામે બિરસા મુંડા એરર્પોટ, યુનિવર્સિટી, જેલ, અને સ્ટેડિયમ આવેલ છે, ભારત સરકારે વર્ષ ૨૦૦૩ માં તેમની સ્મૃતિ માં રૂ. પ ના સિક્કા પણ બહાર પાડયા હતા, અને વર્ષ ૨૦૨૧ માં ભારત સરકારે ૧પ મી નવેમ્બર એ એમના જન્મદિવસ ને ‘‘જનજાતિ ગોૈરવ દિવસ'' તરીકે ઉજવવાની જાહેરાત કરી.
ત્યારથી ૧પ મી નવેમ્બરે તેમના જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આવતીકાલે ગુજરાત માં રાજપીપળા ખાતે તેમની જન્મજયંતિ ની ભવ્ય ઉજવણી થઇ રહી છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી પણ આ ઉજવણીમાં શામેલ થઇ આદિવાસી સમુદાય માટે કરોડો રૂપિયા ના વિકાસકાર્યો નો શિલાન્યાસ અને લોકાપર્ણ કરશે, આ વર્ષ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી હવે પાંચમી વખત ગુજરાત ની મુલાકાતે આવી રહ્યા છે, આવતીકાલ ની બિરસા મુંડા ની ૧પ૦
ઝારખંડ ના અને સામાજિક અસ્તિત્વ ના આધારસ્તંભ ગણાય છે બિરસા મુંડા, ૧પ નવેમ્બર ને બિરસા જયંતી અને ઝારખંડ સ્થાપના દિવસ તરીકે પણ ઉજવાય છે, ડેડીયાપાડા માં થશે ભવ્ય ઉજવણી, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ થશે શામેલ : આદિવાસી સમુદાય માટે કરોડો ના વિકાસકાર્યો નો શિલાન્યાસ અને લોકાર્પણમી જન્મ જયંતી વેળા એ તેમને કોટી કોટી વંદન....
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
