<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th November 2025

આ જાદુ વડાપ્રધાનનો, બિહારની જનતાએ જંગલરાજનો વિરોધ કર્યો : સી.આર.પાટીલ

બિહારમાં એનડીએની જીતના વધામણા કરતા પ્રદેશ ભાજપના પુર્વ અધ્‍યક્ષ અને કેન્‍દ્રીય મંત્રી

રાજકોટ, તા., ૧૪ : બિહારમાં એનડીએનો ચુંટણીમાં ભવ્‍ય વિજય થતા ગુજરાત પ્રદેશ ભાજપના પુર્વ અધ્‍યક્ષ અને કેન્‍દ્રીય મંત્રી સી.આર.પાટીલે આ જીતના વધામણા કર્યા છે. સી.આર.પાટીલે જણાવ્‍યું છે કે, બિહારની જનતાએ જંગલરાજનો વિરોધ કર્યો છે અને તેમને પરાજય અપાવ્‍યો છે. બિહારમાં નિતીશકુમાર મુખ્‍યમંત્રી બનશે. 

સી.આર.પાટીેલે વધુમાં જણાવ્‍યું હતું કે, બિહારમાં રસ્‍તા, રેલ્‍વે, વિમાની સુવિધા સહિતના માટે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી સતત સક્રિય રહયા હતા અને અનેક યોજનાઓને કાર્યરત કરી છે. જેનો લાભ બિહારના લોકોને મળી રહયો છે. જેના કારણે બિહારની જનતાએ એનડીએના શાસનને આવકાર્યુ છે.  આ જાદુ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીનો છે તેમ અંતમાં સી.આર.પાટીલે જણાવ્‍યું હતું.

(4:05 PM IST)