તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th November 2025
ગોધરા જિલ્લા પંચાયતની અચાનક લિફ્ટ ખોટકાતા અંદર એક વ્યક્તિ ફસાયો :પરિસરમાં મચી દોડધામ
ફાયર વિભાગની ટીમે લિફ્ટનો દરવાજો તોડીને અંદર ફસાયેલા વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધો

ગોધરા જિલ્લા પંચાયતની કચેરીમાં એક અસામાન્ય ઘટના બની હતી. જ્યાં અચાનક લિફ્ટ ખોટકાઈ જતાં અંદર એક વ્યક્તિ ફસાઈ ગયો હતો. આ ઘટનાને પગલે જિલ્લા પંચાયતના પરિસરમાં થોડા સમય માટે દોડધામ મચી ગઈ હતી. ગોધરા જિલ્લા પંચાયતની કચેરીમાં આ ઘટના બની હતી. જ્યાં જિલ્લા પંચાયતની લિફ્ટમાં એક વ્યક્તિ સવાર હતો ત્યારે અચાનક લિફ્ટ ખોટકાઈ ગઈ હતી અને વચ્ચે જ અટકી ગઈ હતી.
લિફ્ટમાં એક વ્યક્તિ ફસાઈ જતાં અંદર અને બહાર બંને તરફ ભયનો માહોલ સર્જાયો હતો. લિફ્ટમાં વ્યક્તિ ફસાયો હોવાની જાણ તાત્કાલિક ગોધરા ફાયર વિભાગને કરવામાં આવી હતી. ત્યારબાદ ફાયર વિભાગે તે વ્યક્તિને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. ઘટનાની જાણ થતાની સાથેજ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ફાયર વિભાગના જવાનોએ યુક્તિપૂર્વક અને ઝડપથી કાર્યવાહી કરી હતી.
ફાયર વિભાગની ટીમે લિફ્ટનો દરવાજો તોડીને અંદર ફસાયેલા વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધો હતો. વ્યક્તિને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવતાં જિલ્લા પંચાયતના કર્મચારીઓ અને હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
(7:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
