<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th November 2025

ઇન્‍ટરની પશુ તબીબોનું માસિક ભથ્‍થુ વધારવા માંગ

રાજ્‍યમાં ઇન્‍ટરની ડોક્‍ટરને ૨૧,૮૪૦ મળે છે જ્‍યારે પશુઓના તબીબને ૮૪૦૦ મળે છેઃ વેટરનરી ડોક્‍ટરોને અન્‍યાય સામે વિદ્યાર્થીઓની રજૂઆત

(વિજય વસાણી દ્વારા)ગાંધીનગર તા.૧૫ :.. રાજ્‍યમાં એમ.બી.બી.એસ. ના ઇન્‍ટરની ડોક્‍ટરોને રાજ્‍ય સરકાર દ્વારા માસિક ભથ્‍થુ ૨૧,૮૪૦ મળે છે જ્‍યારે વેટરનરી ઇન્‍ટર ડોક્‍ટરોને માત્ર ૮૪૦૦ ભથ્‍થું મળતું હોય વેટરનરી વિદ્યાર્થીઓ દ્વારા રાજ્‍ય સરકારમાં રજૂઆત કરી ભથ્‍થુ વધારવા માંગ કરી છે.

જુનાગઢ કામધેનુ યુનિવર્સિટીના વેટરનરી વિદ્યાર્થીઓએ રાજ્‍ય સરકારમાં રજૂઆત કરી જણાવ્‍યું  છે કે એમ.બી.બી.એસ. ડોક્‍ટરોને માત્ર માનવ દેહનો જ અભ્‍યાસ કરવાનો હોય છે જ્‍યારે વેટરનરીના વિદ્યાર્થીઓએ તમામ પ્રાણીઓ, પંખીઓ,સરિસળપ વન્‍ય જીવો અને ઉભયજીવીઓ એમ અનેક પ્રાણીઓના અભ્‍યાસ કરવાનો હોય છે અને આ માટે રાજ્‍યના વિવિધ સ્‍થળે ઇન્‍ટરનશીપ માટે જવાનું થતું હોય છે જેમા ખર્ચ વધારે થતો હોય છે.

આ ઉપરાંત રાજ્‍યમાં પશુ ચિકિત્‍સક અધિકારીઓનું પગાર ધોરણ આરોગ્‍ય અધિકારીની સમક્ષ હોય અમોને અન્‍યાય થઈ રહ્યો છે જો પશુચિકિત્‍સક અધિકારી અને  આરોગ્‍ય અધિકારીનું પગાર ધોરણ સરખું હોય તો ઇન્‍ટરની ડોક્‍ટરોનું માસિક ભથ્‍થું   અમોને કેમ ઓછું આપવામાં આવે છે ?તેમણે રજૂઆતમાં જણાવ્‍યું છે કે ગુજરાત વિકસિત રાજ્‍ય ગણાય છે આમ છતાં ગુજરાત કરતા અન્‍ય રાજ્‍યમાં ઇન્‍ટરની વેટરનરી ડોક્‍ટરોને વધુ ભથ્‍થું આપવામાં આવે છે જેમાં જણાવ્‍યું છે કે ઉત્તર પ્રદેશમાં ૨૩,૫૦૦, રાજસ્‍થાનમાં ૨૩,૦૦૦, હરિયાણામાં ૨૧,૩૦૦, પશ્ચિમ બંગાળમાં ૨૦,૦૦૦,કર્ણાટકમાં ૧૪૦૦૦,બિહારમાં ૧૫૦૦૦ અને આસામમાં ૧૭૦૦૦ ભથ્‍થુ આપવામાં આવે છે.

ગુજરાતમાં આપવામાં આવતા નજીવા ભથ્‍થા સામે હાલ મોંઘવારી વધી છે ઉપરાંત અમારે જુદા જુદા ઙ્કાણીઓના અભ્‍યાસ અંતર્ગત મુસાફરી પણ વધુ કરવાની થતી હોય ભથ્‍થું વધારવા માંગ કરી છે. 

(11:36 AM IST)