<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th November 2025

વલસાડમાં ટ્રાન્સપોર્ટરને પિસ્તોલનો ધાક બતાવી 5 લાખની માંગણી કરતો ટ્રક ચાલક ઝડપાયો

ટ્રક ચાલકે ટ્રાન્સપોર્ટર દિપક શર્માની છાતી પર પિસ્તોલ મૂકી ₹5 લાખની માંગણી કરી ધમકાવ્યો હોવાનો આરોપ

વલસાડમાં ટ્રાન્સપોર્ટર પાસે રૂપિયા 5 લાખની ખંડણી માગનાર ટ્રક ચાલક ઝડપાયો છે, ટ્રાન્સપોર્ટરને બંદૂક બતાવી 5 લાખની માગ કરી હતી. વલસાડમાં ટ્રાન્સપોર્ટરે તેના જ ટ્રક ચાલક વિરુદ્ધ આક્ષેપ કર્યા છે અને કહ્યું હતુ કે મને પિસ્તોલ બતાવીને પાંચ લાખ રૂપિયાની ખંડણી માગી હતી, પોલીસે પૈસાની માગ કરનાર ટ્રક ચાલકને ઝડપી પાડ્યો છે અને જેલ હવાલે કર્યો છે.

ટ્રાન્સપોર્ટર દિપક તરસેમલાલ શર્માએ તેના જ ટ્રક ચાલક વિક્રમસિંહ બલવીરસિંહ ઉપર આક્ષેપ લગાવ્યા હતા અને ડુંગરી પોલીસને ફરિયાદ કરી હતી કે તેમના ટ્રકના ડ્રાઈવરે તેમને પિસ્તોલ બતાવીને ખંડણી માગી છે, જે ગંભીર બાબતે પોલીસને જાણ કરતા ડુંગરી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડ્યો છે. ટ્રક ચાલકે ટ્રાન્સપોર્ટર દિપક શર્માની છાતી પર પિસ્તોલ મૂકી ₹5 લાખની માંગણી કરી ધમકાવ્યો હતો  .

(2:10 PM IST)