<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th November 2025

રાજયમાં આવતા અઠવાડીયાથી ઠંડીની ગતિ વધશે

પહાડી પ્રદેશોમાં બરફવર્ષાની અસર ગુજરાતમાં દેખાશે, ઠંડીનો પારો વધુ ગગડશેઃ હવામાન ખાતું

અમદાવાદઃ ગુજરાતમાં શિયાળો ધીમે ધીમે પગપેસારો કરીને પકડ બનાવી રહયો છે અને રાજયભરમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. ઉત્તર ભારત તરફથી ફૂંકાતા બર્ફીલા પવનોને કારણે લદ્યુત્તમ તાપમાન સતત નીચે જઈ રહ્યું છે.

હવામાન નિષ્‍ણાતોનું માનવું છે કે ઉત્તર તરફથી આવતા સતત ઠંડા પવનોના કારણે રાજયમાં આવતા દિવસોમાં ઠંડી વધુ તેજ થઈ શકે છે.  નિષ્‍ણાતોના મતે ૧૮ નવેમ્‍બર પછી રાજયમાં કડકડતી ઠંડી પડશે અને તાપમાન વધુ તીવ્ર રીતે દ્યટવાની શક્‍યતા છે. લોકોને સવાર-સાંજ બહાર નીકળતી વખતે ગરમ વષાો, કેપ, સ્‍ટોલ વગેરેનો ઉપયોગ કરવાની સલાહ અપાઈ છે.

ગુજરાત સાથે ઉત્તર ભારતમાં પણ શિયાળાની તીવ્રતા વધવા લાગી છે. દિલ્‍હી, હરિયાણા, પંજાબ, રાજસ્‍થાન, યુપી અને બિહારમાં ઠંડા પવનો ફૂંકાતા લદ્યુત્તમ તાપમાન ૧૦-ડીગ્રી ની આસપાસ નોંધાઈ શકે છે. મેદાની અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ધુમ્‍મસ છવાઈ જવાની આગાહી છે. આ ઉપરાંત પヘમિી વિક્ષેપમાં વિલંબ થવાથી જમ્‍મુ-કાશ્‍મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં બરફ વર્ષાની શરૂઆત થઈ છે અને તેની અસર પણ ગુજરાતમાં દેખાશે. પહાડી વિસ્‍તારોમાં તાપમાન ૦ડીગ્રી થી નીચે આવી ગયાનું હવામાન વિભાગે જણાવ્‍યું.

રાજયમાં હાલ અમરેલી અને નલિયા સૌથી ઠંડુગાર શહેરો તરીકે નોંધાઈ રહ્યા છે. ૧૩ થી ૧૫ડીગ્રી વચ્‍ચેનું લદ્યુત્તમ તાપમાન દર્શાવે છે કે રાજયમાં હવે શિયાળો સત્તાવાર રીતે પગરણ મૂકી ચૂક્‍યો છે. નગરો ઉપરાંત ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ઠંડી વધુ અનુભવી શકાય છે. આવનારા દિવસોમાં પારો વધુ ગગડીને કડકડતી ઠંડી અનુભવાશે તેવી આગાહી સાથે હવામાન વિભાગએ લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે.

(2:14 PM IST)