તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 15th November 2025
વડાપ્રધાન મોદી ડેડિયાપાડામાં અભિભૂત: "ગુજરાતના પરિવારજનોના સ્નેહ અને ભગવાન બિરસા મુંડાના જયઘોષથી નવી ઉર્જા મળી"
તેમણે હિન્દીમાં લખ્યું, "ડેડિયાપાડામાં ગુજરાતના મારા પરિવારજનોએ જે આત્મીયતા સાથે સ્વાગત કર્યું, તે અભિભૂત કરનારું છે!

ડેડિયાપાડા: આજે ૧૫ નવેમ્બર, ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ અને જનજાતિ ગૌરવ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તાર ડેડિયાપાડાની મુલાકાત લીધી હતી. અહીં તેમના ભવ્ય રોડ શોનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉમટી પડ્યા હતા.
આ ભવ્ય સ્વાગતથી અભિભૂત થઈને વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર પોતાની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે હિન્દીમાં લખ્યું, "ડેડિયાપાડામાં ગુજરાતના મારા પરિવારજનોએ જે આત્મીયતા સાથે સ્વાગત કર્યું, તે અભિભૂત કરનારું છે! ભગવાન બિરસા મુંડા જી ના જયકારો વચ્ચે રાજ્યની નારીશક્તિ અને યુવા સાથીઓની મોટી ભાગીદારીએ એક નવી ઉર્જાથી ભરી દીધો છે."
(8:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
