<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th November 2025

પાલનપુરમાં ધોળા દિવસે લુખ્ખાઓએ સલૂનમાં થાર કાર ઘુસાડી આતંક મચાવ્યો

કાર લઇને ઓફરોડિંગ કરતા હોય તેવી રીતે કોમ્પલેક્સના પગથિયા કૂદાવીને કાર ઘૂસાવી.

બનાસકાંઠામાં લુખ્ખા તત્વોની દાદાગીરીની વધુ એક ઘટના સામે આવી. ધોળા દિવસે લુખ્ખાઓએ સલૂનમાં થાર કાર ઘુસાડી આતંક મચાવ્યો. દુકાનના દરવાજાને કારથી ટક્કર મારીને તોડફોડ કરવામાં આવી હતી. પાલનપુરના એરોમા સર્કલ પાસે આ બનાવ બન્યો છે. પોલીસને પડકાર ફેંકતા શખ્સોનો વીડિયો વાયરલ થયો છે.

કેટલાક લુખ્ખા તત્વો થાર કારમાં સવાર થઇને આવ્યા હતા. તેમણે કોમ્પલેક્સ પાસે પાર્ક કરેલા ટુ-વ્હીલરોને ઢસેડીને ખસેડ્યા. એ પછી, કાર લઇને ઓફરોડિંગ કરતા હોય તેવી રીતે કોમ્પલેક્સના પગથિયા કૂદાવીને કાર ઘૂસાવી. કોમ્પલેક્સમાં પ્રવેશ્યા બાદ કાર સલૂનમાં લઇ જઇને અથડાવી દીધી. આ ઘટના દરમિયાન આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જેથી લોકોમાં અફરાતફરી મચી હતી. આ શખ્સોએ આવું કેમ કર્યુ તે તપાસનો વિષય છે. મહત્વનું છે, પોલીસને પડકાર ફેંકતો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. દ્રશ્યો જોઇને કહી શકાય છે કે આ શખ્સોમાં કાયદાનો કોઇ પણ પ્રકારનો ભય નથી. માત્ર રૂપિયાનો રોફ દેખાઇ રહ્યો છે.

(10:31 PM IST)