News of Saturday, 15th November 2025
વડોદરામાં પણ ચૂંટણી પંચની SIR કામગીરીને લઈને શિક્ષકોમાં કચવાટ: કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
મોટી સંખ્યામાં શિક્ષકોએ એકત્રિત થઈ BLO અંગેની કામગીરી માટે રજૂઆત કરી કે શિક્ષકો કામગીરીમાં રોકાયેલા હોવાથી શાળાના વિદ્યાર્થીઓના અભ્યાસમાં પણ વિલંબ થઈ રહ્યો છે

વડોદરામાં પણ ચૂંટણી પંચની SIR કામગીરીને લઈને શિક્ષકોમાં કચવાટ સામે આવી રહ્યો છે. જેને લઈ ભારતીય રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ ગુજરાતે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. મોટી સંખ્યામાં શિક્ષકોએ એકત્રિત થઈ BLO અંગેની કામગીરી માટે રજૂઆત કરી કે શિક્ષકો કામગીરીમાં રોકાયેલા હોવાથી શાળાના વિદ્યાર્થીઓના અભ્યાસમાં પણ વિલંબ થઈ રહ્યો છે અને સાથેસાથે ચૂંટણી પંચ સરકારની અન્ય એજન્સીઓને પણ કામગીરી સોંપે તેવી પણ માગ કરવામાં આવી. હવે શિક્ષકોની રજૂઆત સામે શું નિર્ણય લેવાય છે તે જોવાનું રહ્યું.
(10:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
