<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th November 2025

સુરતના પાંડેસરાના આવિર્ભાવ વિસ્તારના એક મકાનમાં ટાઈલ્સ કાપતી વખતે મશીન છટકતાં યુવકનું ગળુ કપાયું

મકાનમાં ટાઈલ્સ કાપતી વખતે મશીન છટકી જતા રાહુલનું ગળુ કપાતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું

પાંડેસરાના આવિર્ભાવ વિસ્તારમાં યુવકનું ગળુ કપાયાની ઘટના બની છે. જેમાં 19 વર્ષીય યુવકનું ગળું  કપાતા મોત થઈ ગયું છે. પાંડેસરાના આવિર્ભાવ વિસ્તારના એક મકાનમાં ટાઈલ્સ કાપતી વખતે મશીન છટકતાં યુવકનું ગળુ કપાયું હોવાની વિગતો મળી રહી છે.

પાંડેસરાના આવિર્ભાવ વિસ્તારના એક મકાનમાં ટાઈલ્સ કાપતી વખતે મશીન છટકતાં યુવકનું ગળુ કપાઈ ગયું હતું. લિંબાયત નીલગીરી સર્કલ રંગીલા નગર ખાતે રહેતો 19 વર્ષીય રાહુલ રવિન્દ્ર મગરે ટાઈલ્સ ફીટીંગનું કામ કરતો હતો. પાંડસરા આવિર્ભાવ સોસાયટીમાં એક મકાનમાં ટાઈલ્સ કાપતી વખતે મશીન છટકી જતા રાહુલનું ગળુ કપાતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.  બનાવની જાણ થતા પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

(12:15 PM IST)