<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th November 2025

સુરતમાં પનીર, ચીઝ, ઘીનાં ધંધાર્થીઓને ત્યાં દરોડા: 54 કિલો અખાદ્ય જથ્થાનો નાશ

41 દુકાનો પર આરોગ્ય વિભાગનું ચેકિંગ: પનીરના 16, ચીઝના 3 અને ઘીના 10 નમૂના લેવાયા

સુરત: શહેરમાં મનપાના  આરોગ્ય વિભાગે પનીર, ચીઝ, ઘીનાં ધંધાર્થીઓને ત્યાં તવાઈ કરી છે. સુરતમાં પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી છે. પનીરના 16, ચીઝના 3 અને ઘીના 10 નમૂના લેવાયા છે. લેબ રિપોર્ટ બાદ વિક્રેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરાશે. છેલ્લા 6 દિવસમાં 797 કિલો પનીર, ચીઝ તેમજ અખાદ્ય ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 54 કિલોગ્રામ અખાદ્ય જથ્થો નાશ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે 41થી વધુ વેપારીઓને ત્યાં દરોડા પાડ્યાં છે.પનીરના 16, ચીઝના 3 અને ઘીના 10 નમૂના લેવાયા છે. છેલ્લા 6 દિવસમાં 797 કિલો પનીર, ચીઝ, અખાદ્ય ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તેમજ વેચાણકર્તાઓ પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(3:40 PM IST)