તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 16th November 2025
ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કહ્યુ ઋષિ ભારતી બાપુનું નિવેદન તેમના અંગત વિચાર છે. સ્વરૂપજીને મંત્રી બનાવ્યા તેનાથી અમને સંતોષ
ધારાસભ્યએ કહ્યું કે કામ કરવાથી પસંદગી થાય, કોઈના કહેવાથી નહીં. કોની શું ઈચ્છા હોય તેનું મહત્વ નથી, તમારે કર્મ કરવું પડે છે

ગાંધીનગર: અલ્પેશ ઠાકોરને લઈ ઋષિ ભારતી બાપુનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યુ છે. ઋષિ ભારતી બાપુએ કહ્યુ કે અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી બનાવવા પ્રયાસો થયા હતા. ગાંધીનગરમાં અનેક બેઠક અને સંમેલનો થયા હતા. પ્રયાસ છતાં અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી ન બનાવાયા, સમાજના નેતાઓને હવે કૂટનીતિ શીખવી પડશે, આપણે હવે પોઝિશનમાં નહીં, પાવરમાં આવવું પડશે.
દરમિયાન ઋષિ ભારતી બાપુના નિવેદન પર અલ્પેશ ઠાકોરની પ્રતિક્રિયા સામે આવી છે. અલ્પેશ ઠાકોરે કહ્યુ ઋષિ ભારતી બાપુનું નિવેદન તેમના અંગત વિચાર છે. સ્વરૂપજીને મંત્રી બનાવ્યા તેનાથી અમને સંતોષ છે. કામ કરવાથી પસંદગી થાય, કોઈના કહેવાથી નહીં. કોની શું ઈચ્છા હોય તેનું મહત્વ નથી, તમારે કર્મ કરવું પડે છે. યોગ્ય સમયે પક્ષ દ્વારા નિર્ણય લેવામાં આવતો જ હોય છે. તો ઠાકોર સમાજ અગ્રણી અને સાંસદ ગેનીબેન ઠાકોરે પણ ઋષિ ભારતી બાપુના નિવેદનને તેમના અંગત વિચાર ગણાવ્યા હતા.
(5:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
