News of Sunday, 16th November 2025
સુરત RTO ઇન્સ્પેકટરને માર મારીને જીવતા સળગાવીને મારી નાખવાની ધમકી આપનારા બે હુમલાખોરોની ધરપકડ
RTO અધિકારીને એમ કહ્યું હતુંકે, તુમ દુબારા યહાં દિખેગે તો ગાડી કે સાથે જલા દેંગે, પોલીસ હમારા ક્યા બિગાડ લેગી ?

સુરત RTO ઇન્સ્પેકટર સાથે માથાકૂટ કરનાર બે ઇસમોને, સુરતના પાલ પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપી પ્રેમ સંજયભાઈ ગાયકવાડ અને સોમિલ વિજયભાઇ ગાયકવાડને RTO ઇન્સ્પેકટરને માર મારીને તેમને જીવતા સળગાવીને મારી નાખવાની ધમકી આપવા બદલ ધરપકડ કરી છે.
પકડાયેલા બંને આરોપીઓએ સુરત RTO ઇન્સ્પેકટર સાથે માથાકૂટ કરી હતી. મોપેડ પર આવેલા બંને આરોપીઓ દ્વારા RTO ના અધિકારી સાથે મારા મારી પણ કરી હતી. તે ઉપરાંત RTO અધિકારીને એમ પણ કહ્યું હતુંકે, તુમ દુબારા યહાં દિખેગે તો ગાડી કે સાથે જલા દેંગે, પોલીસ હમારા ક્યા બિગાડ લેગી ? એમ કહીને મારી નાંખવાની ધમકી આપી હતી. મારામારીના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા. જોકે આ બનાવ ગાડી ઓવર ટેક કરવા બાબતે માથાકૂટ કરી હતી. હાલ પોલીસે બે હુમલાખોરોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરી છે
(5:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
