<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th November 2025

વડોદરા: કંપનીનાં ડિરેક્ટરને ધમકી આપી ખંડણી માંગનારા 2 ઝડપાયા

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ્સનાં અધિકારીનાં નામે ધમકી આપી હતી. અન્ય એક આરોપીએ ફરિયાદીને કાર્ડ આપ્યું હતું.

વડોદરા: કંપનીનાં ડિરેક્ટરને ધમકી આપી ખંડણી માંગનારા 2 ઝડપાયા છે. સયાજીગંજ પોલીસે ફરિયાદને આધારે કાર્યવાહી કરી. કંપની બંધ કરાવવાની ધમકી આપી રૂ. 15 કરોડ માગ્યા હતા. ટુંડાવની ઈન્ડો એમાઇન્સના ડાયરેક્ટરે ધમકી આપી ખંડણી માગી હતી. એક નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ્સનાં અધિકારીનાં નામે ધમકી આપી હતી. અન્ય એક આરોપીએ ફરિયાદીને કાર્ડ આપ્યું હતું. રિપબ્લીક પાર્ટી ઓફ ઈન્ડિયાના ગુજરાત પ્રમુખનું કાર્ડ આપ્યું હતું.

ટુંડાવની ઈન્ડો એમાઇન્સના ડાયરેક્ટરને એક આરોપીએ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ્સના અધિકારીનાં નામે ધમકી આપી, તો અન્ય એકે પોતાની ઓળખ રિપબ્લીક પાર્ટી ઓફ ઈન્ડિયાના પ્રેસિડેન્ટનાં ગુજરાત પ્રમુખ તરીકેની ઓળખ આપી. હાલ પોલીસે સુનિલ મહિડા અને જીતસિંહ રાણા નામનાં બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે.

(7:29 PM IST)