<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th November 2025

અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં ખાડા રાજથી લોકો પરેશાન

ભાઈપુરા વિસ્તારમાં ચોમાસામાં પડેલા ખાડાનું કામ હજી સુધી પૂર્ણ નહીં કરતા લોકોને ભારે મુસીબતનો સામનો કરવો પડ્યો

અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં ખાડા રાજથી લોકો પરેશાન થઈ ગયાં છે. ભાઈપુરા વિસ્તારમાં ચોમાસામાં પડેલા ખાડાનું કામ હજી સુધી પૂર્ણ કરવામાં નથી આવ્યુ જેના કારણે લોકોને ભારે મુસીબતનો સામનો કરવો પડ્યો છે. સ્થાનિકોનો જણાવ્યા પ્રમાણે અમે લોકોએ અહીં ક્યારેય સારા રસ્તા જોયા જ નથી. અધિકારીઓ પણ ક્યારેય જોવા પણ નથી આવતા. મહાનગર પાલિકા દ્વારા કોઈપણ આયોજન વિના જ ખાડા ખોદી દેવામાં આવ્યા છે.

સ્થાનિકોના કહેવા પ્રમાણે આ વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં ખાડા દેખાય છે. અહીં આસપાસ શાળા અને હોસ્પિટલ આવેલી છે ત્યાં ખાડાના કારણે ટ્રાફિક સર્જાય છે. લોકોને અવરજવર કરવામાં મોટી હાલાકીનો સામનો કરવો પડે છે. ખાડાની સમસ્યાની અનેક રજૂઆતો કરવા છતાંય કોઈ નિરાકરણ આવતુ નથી. અહીં ચૂંટાયેલા સત્તાધિશો કે ધારાસભ્ય પણ જોવા ફરકતા નથી. અહીં એક ખાડો પૂરાય નહીં ત્યાં બીજો ખોદી નાંખવામાં આવે છે.

 

(7:39 PM IST)