તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 16th November 2025
અમદાવાદમાં ભુવલડી પાસે એક સગીર નબીરાએ બેફામ સ્પીડે કાર ચલાવી શ્રમીકોને કચડયા : ગર્ભવતી શ્રમિક મહિલાનું મોત
પૂર્વ સરપંચના પુત્ર સગીર નબીરાએ હ્યુન્ડાઈ વર્ના કાર બેફામ પણે કાર ચલાવી શ્રમિકો પર ચઢાવી દીધી:ચાર લોકોને ગંભીર ઈજાઓ થતાં તેમને હોસ્પિટલ ખસેડયા : એક વ્યક્તિની હાલત વધુ ગંભીર

અમદાવાદમાં ભુવલડી પાસે એક સગીર નબીરાએ બેફામ સ્પીડે કાર ચલાવી શ્રમીકોને કચડતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ગર્ભવતી શ્રમિક મહિલાનું મોત નિપજ્યું છે
અમદાવાદના ભુવાલડીથી ઝાણુ ગામ જવાના રસ્તા પર પૂર્વ સરપંચના પુત્રએ બેફામ પણે કાર ચલાવીને રસ્તાની બાજુમાં કામ કરી રહેલા શ્રમિકોને કચડ્યા હતાં. આ અકસ્માતમાં એક ગર્ભવતી મહિલાનું મોત નિપજયું હોવાનો ખુલાસો થયો છે.જ્યારે ચાર લોકોને ગંભીર ઈજાઓ થતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. આ ઉપરાંત એક વ્યક્તિની હાલત વધુ ગંભીર હોવાનું પણ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
ભવાલડીથી ઝાણું ગામ તરફ રસ્તાની બાજુમાં કેટલાક શ્રમિકો કામ કરી રહ્યા હતાં. આ દરમિયાન પૂર્વ સરપંચના પુત્ર એવા સગીર નબીરાએ હ્યુન્ડાઈ વર્ના કાર બેફામ પણે કાર ચલાવી શ્રમિકો પર ચઢાવી દીધી હતી. બપોરના સમયે સર્જાયેલા આ અકસ્માતથી હાહાકાર મચી જવા પામ્યો હતો. જેમાં એક ગર્ભવતી મહિલાનું ગંભીર ઈજાના કારણે મોત નિપજ્યું હોવાનો ખુલાસો થયો છે.
(7:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
