તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Sunday, 16th November 2025
અમદાવાદના સાબરમતીમાં રામનગર પાસે એક ચાલુ કારમાં અચાનક આગ લાગી : ચાલકનો બચાવ :અફરાતફરીનો માહોલ
આગ એટલી ભીષણ હતી કે જોતજોતામાં સમગ્ર કારને તેની લપેટમાં લઈ લીધી :આગ લાગતાની સાથે જ આસપાસના વિસ્તારમાં લોકોના ટોળાં એકઠા થઈ ગયા

અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલા રામનગર પાસે એક ચાલુ કારમાં અચાનક આગ લાગવાની ઘટનાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ આગ એટલી ભીષણ હતી કે જોતજોતામાં સમગ્ર કારને તેની લપેટમાં લઈ લીધી હતી. જોકે કાર ચાલકે સમયસૂચકતા વાપરતા મોટી જાનહાનિ ટળી છે. રામનગર પાસે રોડ પરથી પસાર થઈ રહેલી એક કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. કારમાં આગ લાગતાની સાથે જ આસપાસના વિસ્તારમાં લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા અને વાતાવરણમાં અફરાતફરી મચી ગઈ હતી.
કાર ચાલકે સમયસૂચકતા વાપરીને આગ લાગતાની સાથે જ તરત કારમાંથી બહાર નીકળી ગયો હતો. જેના કારણે કોઈ જાનહાનિ થઈ નહોતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયરની ટીમે ભારે જહેમત ઉઠાવીને આગને કાબૂમાં લેવા માટે પ્રયત્નો શરૂ કર્યા હતા.
(7:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
