News of Sunday, 16th November 2025
સુરતમાં આરોગ્ય વિભાગ એક્શન મોડમાં :પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 સંસ્થા પર તપાસ
પનીરના 16, ચીઝના 3 અને ઘીના 10 નમૂના લેવાયા: લેબ રિપોર્ટ બાદ વિક્રેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરાશે:છેલ્લા 6 દિવસમાં 797 કિલો પનીર, ચીઝ તેમજ અખાદ્ય ઘીનો જથ્થો જપ્ત કરાયો

સુરતમાં વિક્રેતાઓ પર આરોગ્ય વિભાગે તવાઈ કરી છે. સુરતમાં પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 સંસ્થા પર તપાસ હાથ ધરવામાં આવી છે. પનીરના 16, ચીઝના 3 અને ઘીના 10 નમૂના લેવાયા છે. લેબ રિપોર્ટ બાદ વિક્રેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરાશે. છેલ્લા 6 દિવસમાં 797 કિલો પનીર, ચીઝ તેમજ અખાદ્ય ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 54 કિલોગ્રામ અખાદ્ય જથ્થો નષ્ટ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે 41થી વધુ વેપારીઓને ત્યાં દરોડા પાડ્યાં છે.પનીરના 16, ચીઝના 3 અને ઘીના 10 નમૂના લેવાયા છે. છેલ્લા 6 દિવસમાં 797 કિલો પનીર, ચીઝ, અખાદ્ય ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તેમજ વેચાણકર્તાઓ પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(8:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
