તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Sunday, 16th November 2025
નર્મદા વિભાગ કેનાલોમાં સિંચાઈનું પાણી ન છોડતા મહેસાણાના બહુચરાજી અને જોટાણાના તાલુકાના ખેડૂતોને નુકશાનનો ભય
ખેડૂતોને ઊભો પાક સુકાઈ જવાનો ભય : એરંડા, રાયડો, કપાસ, ઘઉં, ચણા સહિતના પાકને નુકસાનની ભીતિ

મહેસાણાના બહુચરાજી અને જોટાણાના તાલુકાના ખેડૂતો હાલ પરેશાન છે. નર્મદા વિભાગની કેનાલોમાં સિંચાઈનું પાણી ન છોડતા. ખેડૂતોની મુશ્કેલી વધી છે. અને ખેડૂતોને ઊભો પાક સુકાઈ જવાનો ભય સતાવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે દિવાળી બાદ કેનાલોમાં પાણી છોડવા માટે મૌખિક આદેશ અપાયો હતો. પણ, તેમ છતાં પાણી નહીં છોડાતા નર્મદા વિભાગના વહીવટ સામે સવાલો ઊઠી રહ્યા છે.
એરંડા, રાયડો, કપાસ, ઘઉં, ચણા સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. તો બીજી તરફ માયનોર કેનાલની સફાઈ ન થયાનું પણ સામે આવ્યું છે. કેનાલમાં કેટલાંક સ્થળોએ છોડવા ઉગી નીકળેલા જોવા મળી રહ્યા છે. જેને પગલે તંત્રની બેદરકારી ખુલ્લી પડી ગઈ છે. તો ખેડૂતોનો આક્ષેપ છે કે જો પાણી છોડવામાં આવે તો પણ તેમના સુધી પહોંચતું નથી. પરિસ્થિતિ એવી છે કે ખેડૂતો તેમની જમીન વેચવા મજબૂર બન્યા છે.
(10:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
