News of Monday, 17th November 2025
વડોદરા એરપોર્ટ પર સુરક્ષા તપાસ દરમિયાન એક મુસાફરની બેગમાંથી ખાલી કારતૂસ મળતાં ખળભળાટ
તુર્કીથી વડોદરા આવેલા અને વડોદરા–મુંબઈની ઇન્ડિગો ફ્લાઇટમાં બેસવા તૈયાર મુસાફર પકડાયો: હિટાચી કંપનીમાં મેનેજર તરીકે કાર્યરત અને કર્ણાટકના મૈસૂર વતન ધરાવતા પવનકુમાર નામના મુસાફરે સ્વીકાર્યું કે આ ખાલી કારતૂસ તેને તુર્કીમાં મળ્યાં

વડોદરા એરપોર્ટ પર સુરક્ષા તપાસ દરમિયાન એક મુસાફરની બેગમાંથી ખાલી કારતૂસ મળતાં હલચલ મચી ગઈ. તુર્કીથી વડોદરા આવેલા અને વડોદરા–મુંબઈની ઇન્ડિગો ફ્લાઇટમાં બેસવા તૈયાર મુસાફર પકડાયો હતો. સુરક્ષા એજન્સીઓએ તરત જ મુસાફરની પૂછપરછ શરૂ કરી અને બેગમાંથી ખાલી કારતૂસ જપ્ત કર્યા હતા
હિટાચી કંપનીમાં મેનેજર તરીકે કાર્યરત અને કર્ણાટકના મૈસૂર વતન ધરાવતા પવનકુમાર નામના મુસાફરે સ્વીકાર્યું કે આ ખાલી કારતૂસ તેને તુર્કીમાં મળ્યાં હતા. ઘટનાની જાણ થતાં હરણી પોલીસ દ્વારા જાણવાજોગ ફરિયાદ નોંધાઇ હતી, જોકે પૂછપરછ બાદ મુસાફરને મુક્ત કરવામાં આવ્યો હતો. ઘટનાએ એરપોર્ટ સુરક્ષા વ્યવસ્થાને સજાગ બનાવી દીધી છે.
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
