તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th November 2025
શુક્રવારથી કોંગ્રેસની ‘જન આક્રોશ યાત્રા’ની જાહેરાત: ભાજપના ભ્રષ્ટાચાર-ગેરવહીવટ સામે પરિવર્તનનો શંખનાદ

ગાંધીનગર: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષારભાઈ ચૌધરીએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ભાજપના ત્રણ દાયકાના શાસન સામે લોકોના પ્રશ્નોને વાચા આપવા ‘જન આક્રોશ યાત્રા- પરિવર્તનનો શંખનાદ’ની જાહેરાત કરી. યાત્રા ૨૧ નવેમ્બરથી ઉત્તર ગુજરાતના ઢીમા (ધરણીધર મંદિર)થી શરૂ થશે અને ૩ ડિસેમ્બરે બેચરાજી (બહુચર માતા મંદિર) ખાતે પૂર્ણાહુતિ થશે.
અમિતભાઈ ચાવડાએ કહ્યું, “ભાજપ સરકારના ભ્રષ્ટાચાર, ગેરવહીવટને યાત્રા દરમિયાન ખુલ્લા પાડીશું. ખેડૂતોને ૫૦,૦૦૦ રૂ.ની નુકસાની સામે માત્ર ૩,૫૦૦ રૂ. વળતર મળે તો આત્મહત્યા ન કરે તો શું? કોંગ્રેસ સત્તામાં આવશે તો ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરીશું. આ યાત્રા પરિવર્તનનો શંખનાદ છે, ૨૦૨૭માં ગુજરાતમાં પરિવર્તન લાવીશું.”
તેમણે ભય, ભૂખ, ભ્રષ્ટાચારનું વાતાવરણ, ખેડૂતોના ૫૬,૦૦૦ રૂ. દેવા, શિક્ષણનું વ્યાપારીકરણ, દારૂ-ડ્રગ્સ-ગુંડાગીરી સામે આક્ષેપ કર્યા.ડૉ. તુષારભાઈ ચૌધરીએ જણાવ્યું, “રાજ્યની ૬ કરોડ વસ્તીમાં ૩.૬૫ કરોડ લોકો મફત અનાજ પર નિર્ભર છે. મનરેગામાં દાહોદના ૮૦ ગામમાં ૪૩૪ કરોડનું કૌભાંડ, નલ સે જલ યોજનામાં નળ તો છે પણ પાણી નહીં. ૫,૬૪૬ શાળાઓમાં મેદાન નથી, ૪૦,૦૦૦થી વધુ શિક્ષકોની ખોટ, ૩.૨૧ લાખ આદિવાસી બાળકો કુપોષિત. કોંગ્રેસે જંગલ જમીન અધિકાર આપ્યા છતાં માત્ર ૫૦% આદિવાસીઓને મળી, અન્યાય સામે લડત ચાલુ રહેશે.
”યાત્રાનો માર્ગ:
ઢીમા, ધરણીધર, થરાદ, લાખણી, ધાનેરા, ડીસા, દાંતીવાડા, પાલનપુર, અમીરગઢ, વડગામ, અંબાજી, ખેરોજ, ખેડબ્રહ્મા, વડાલી, ઈડર, હિંમતનગર, પ્રાંતિજ, રાજેન્દ્રચોકડી, શામળાજી, મેઘરજ, સાઠંબા, માલપુર, બાયડ, ધનસુરા, દહેગામ, ચિલોડા, ગાંધીનગર, માણસા, વિજાપુર, મહેસાણા, વિસનગર, ઊંઝા, ખેરાલુ, સિધ્ધપુર, સરસ્વતી, પાટણ, હારીજ, રાધનપુર, શંખેશ્વર, બૈચરાજી.પ્રેસ કોન્ફરન્સમાં ડૉ. હિમાંશુભાઈ પટેલ, ચેતનભાઈ રાવલ, હેમાંગભાઈ રાવલ (મીડીયા કો-ઓર્ડીનેટર, મો. ૯૮૯૮૨૩૩૦૩૮), ડૉ. હિરેન બેંકર, ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડીયા, ભુમન ભટ્ટ (સોશિયલ મીડીયા ચેરમેન) ઉપસ્થિત રહ્યા. કોંગ્રેસે જનતાને યાત્રામાં જોડાવા આહ્વાન કર્યું.
(2:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
