News of Monday, 17th November 2025
હીરામણિ સ્કૂલ ક્રિકેટ કવાર્ટર ફાઇનલમાં

રાજકોટ તા.૧૪- પાઈનીયોર ક્રિકેટ ગ્રાઉન્ડ-એ, અમદાવાદ ખાતે યોજાયેલી એ.ડી.સી. બેંક અન્ડર-૧૯ (વન-ડે) સ્કૂલ ટુર્નામેન્ટમાં અમદાવાદથી હીરામણિ સ્કૂલે ટોસ જીતીને પહેલા બેટીંગ લેતા ૪૬ ઓવરમાં ૧૦ વિકેટે ૧૯૨ રન કર્યા હતાં. જેમાં પરમ પટેલે ૯૫ બોલમાં ૭૮ રન અને આરવ કોઠારીએ ૮૨ બોલમાં ૫૧ રન કર્યા હતો. સેંટ ઝેવિયર્સ લોયલા સ્કૂલે ૨૩.૨ ઓવરમાં ૧૦ વિકેટે ૬૮ રન કર્યા હતાં. જેમાં યક્ષ પટેલે ૫.૨ ઓવરમાં ૧૫ રન આપીને ૫ વિકેટ અને સ્મિત દેસાઈએ ૬ ઓવરમાં ૧૧ રન આપીને ૩ વિકેટ લીધી હતી. આ મેચમાં હીરામણિ સ્કૂલે સેંટ ઝેવિયર્સ લોયલા સ્કૂલને ૧૨૪ રનથી હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો. આ મેચમાં વિજય થવા બદલ સંસ્થાના પ્રમુખ નરહરી અમીન, મેનેજિંગ ટ્રસ્ટી ડો.વરુણ અમીન, સંસ્થા સી.ઈ.ઓ. ભગવત અમીને સમગ્ર ટીમને અને ક્રિકેટ કોચ નીલ ભાવસારને અભિનંદન પાઠવ્યા હતાં.
(2:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
