તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 17th November 2025
વેન્ચુરા એરકનેક્ટની ઓર્ગન ટ્રાન્સફરની અનન્ય સેવા : ‘દેવ' વિમાન બન્યું દેવદૂત

રાજકોટ, તા.૧૫: ગુજરાતના વિભિન્ન શહેરોને હવાઈ માર્ગે જોડતી વેન્ચુરા એરકનેક્ટ એરલાઇન કંપનીએ હવે માનવતાને સમર્પિત નવી સેવા શરૂ કરી છે. કંપનીને તાજેતરમાં ઓર્ગન ડોનેશનના કિસ્સામાં માનવ અંગો (ઓર્ગન)ને એક શહેરથી બીજા શહેર સુધી ઝડપથી પહોંચાડવા માટે મેડિકલ અપ્રુવલ પ્રાપ્ત થયું છે.
આ મંજૂરી બાદ, ગયા અઠવાડિયે કંપની દ્વારા પહેલીવાર જામનગરથી અમદાવાદ સુધી એરક્રાફ્ટ મારફતે ઓર્ગન ટ્રાન્સફર સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. આ સેવા હવે ગુજરાતના વિવિધ શહેરો તેમજ અન્ય રાજ્યોમાં પણ નજીવા દરે ઉપલબ્ધ રહેશે. આ સેવા શરૂ કરવા પાછળ કંપનીના પ્રમોટર્સનો ઉદ્દેશ્ય નાગરિક સેવા સાથે જ માનવજીવન બચાવવાનો છે.
વેન્ચુરા એરકનેકટ ગુજરાતના નાગરિકોને સાવ નજીવા દરે દૈનિક હવાઇ સેવા પૂરી પાડી રહી છે અને અમદાવાદ, રાજકોટ, ભાવનગર તથા અમરેલીને સુરત સાથે હવાઇ માર્ગે જોડયા છે જેથી નાના ગામડાઓના નાગરિકો પણ આસાનીથી શહેરો સાથે જોડાઇ રહયા છે.
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
