<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th November 2025

સુરતની સુરક્ષામાં વધારોઃ હર્ષ સંઘવીએ નેત્રમનું કર્યુ લોકાર્પણ

 

રાજકોટઃ ગુજરાતના નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે નેત્રમ ઉપકારક બની રહ્યું છે ત્‍યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરત પોલીસ કમિશનરની કચેરી - અઠવાલાઇન્‍સ ખાતે વિવિધ અધિકારીઓની ઉપસ્‍થિતિમાં સુરત શહેર પોલીસ સીસીટીવી કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલરૂમ ‘નેત્રમ' નું લોકાર્પણ કર્યુ હતું. નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે ટેકનોલોજીના સમન્‍વયથી પ્રતિબધ્‍ધતાથી  કાર્ય કરતું ‘નેત્રમ' સુરતમાં લોકોની સુરક્ષા માટે સહાયક અને ઉપકારક બનશે.

(3:38 PM IST)