<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th November 2025

સાણંદના જેતલપુર વિસ્તારમાંથી કન્ટેનર ગાડીમાં દારૂનો મોટો જથ્થો ઝડપાયો : 70 લાખથી વધુના દારૂ-બિયર સહીત 80 લાખનો મુદામાલ કબ્જે :એકની અટકાયત

ચોક્કસ બાતમીના આધારે ડી.વાય.એસ.પી.ની ટીમે રેડ યોજી કુલ ₹80,85,090 નો મુદ્દામાલ કબ્જે લીધો

સાણંદ પોલીસ ગરકાયદસર દારૂ વ્યવસાય પર કરલી સુચિત અને સુવ્યવસ્થિત કાર્યવાહી હેઠળ જેતલપુર વિસ્તારમાંથી લાખો રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપી પાડતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ચોક્કસ બાતમીના આધારે ડી.વાય.એસ.પી.ની ટીમે રેડ યોજી કુલ ₹80,85,090 નો મુદ્દામાલ કબ્જે લીધો છે

  .પ્રાપ્ત માહિતી અનુસાર, જેતલપુર નજીક ઉમિયા વે-બ્રિજ પાસે આવેલી અમરનાથ એસ્ટેટમાં કન્ટેનર ગાડીમાં ગેરકાયદેસર દારૂનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હોવાની બાતમી મળતાં જ પોલીસએ ઓપરેશન હાથ ધર્યું. SML પ્રકારની કન્ટેનર ગાડી **(GJ-27-V-8489)**રીકાસણી દરમ્યાન મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો.દારૂની બોટલ્સ (750 મિ.લી. અને 180 મિ.લી.): 9,476 કિંમત: ₹62,72,930, બીયર ટીન: 4,512 કિંમત: ₹8,12,160, દારૂનો કુલ જથ્થો: ₹70,85,090,ગાડી સહિત અન્ય મુદ્દામાલ: અંદાજિત ₹10,00,000આ રીતે કુલ ₹80,85,090 નો મુદ્દામાલ કાયદેસર કાર્યવાહી માટે કબ્જે લેવામાં આવ્યો છે.

  આ સમગ્ર કામગીરી પોલીસ મહાનિરીક્ષક  વિધિ ચૌધરી, પોલીસ અધિકારી ઓમપ્રકાશ જાટના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક નિલમ ગોસ્વામી અને અસલાલી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા અંજામ આપવામાં આવી હતી.પોલીસે સ્થળ પરથી ગજેન્દ્રસિંહ ઉર્ફે પોપટસિંહ રાઠોડ( રહે-જેતલપુર)ને અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે. દારૂની સપ્લાય ચેઇન, સ્ટોરેજ નેટવર્ક અને અન્ય સંડોવાયેલા વ્યક્તિઓ અંગે પોલીસ દ્વારા તપાસને વેગ આપવામાં આવ્યો છે 

(7:32 PM IST)