<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th November 2025

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર થયેલા ગંભીર અકસ્માતના આરોપી તથ્ય પટેલ સામે કાલે ગ્રામ્ય કોર્ટમાં ચાર્જફ્રેમ થશે.

સમગ્ર કેસમાં ઝડપી ટ્રાયલ ચલાવવાની માંગણી બાદ સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટને સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે ત્રણ અઠવાડિયામાં ચાર્જફ્રેમ કરી દેવામાં આવે

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર થયેલા ગમખ્વાર અકસ્માતના આરોપી તથ્ય પટેલ સામે હવે કાયદાનો ગાળિયો કસાવવા જઈ રહ્યો છે. આ ભયાનક અકસ્માતમાં નવ નિર્દોષ લોકોના મોત થયા હતા. લાંબા સમયથી ચાલી રહેલી કોર્ટ કાર્યવાહી અને દસથી વધુ વખત ચાર્જફ્રેમની મુદત મુલતવી રહ્યા બાદ આખરે આવતીકાલે એટલે કે મંગળવારે ગ્રામ્ય કોર્ટમાં તથ્ય પટેલ સામે ચાર્જફ્રેમ થશે. આ સમગ્ર કેસમાં ઝડપી ટ્રાયલ ચલાવવાની માંગણી બાદ સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટને સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે ત્રણ અઠવાડિયામાં ચાર્જફ્રેમ કરી દેવામાં આવે 

સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ નીચલી કોર્ટની કાર્યવાહી હવે ઝડપી બનશે. આવતીકાલે તથ્ય પટેલને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેની સામે વિધિવત રીતે ચાર્જફ્રેમ કરવામાં આવશે. ચાર્જફ્રેમ થવું એટલે કે કોર્ટ દ્વારા આરોપી સામે કયા કાયદાકીય ગુનાઓ અંતર્ગત કેસ ચલાવવામાં આવશે તેની સત્તાવાર જાહેરાત કરવી. અત્યાર સુધી સતત મુદતો પડવાને કારણે કેસની કાર્યવાહી આગળ વધી શકી નહોતી.

 

જોકે સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપને કારણે હવે આ કેસની ટ્રાયલ પ્રક્રિયામાં ઝડપ આવશે અને મૃતકોના પરિવારોને ન્યાય મળવાની આશા બંધાશે. તથ્ય પટેલ પર બેફામ અને પૂરઝડપે વાહન ચલાવીને નવ લોકોનો જીવ લેવાનો આરોપ છે. આવતીકાલે ચાર્જફ્રેમ થયા બાદ આ હાઈ-પ્રોફાઇલ કેસની ટ્રાયલ શરૂ થશે.

(10:10 PM IST)