<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th November 2025

ખાદ્ય તેલના ભાવોમાં એકંદરે ટકેલો ભાવનો માહોલ : જાણો સીંગતેલ, કપાસિયા અને પામોલીન તેલના શું રહ્યા ભાવ ?

ખપ પૂરતી માંગ વચ્ચે માર્કેટમાં પૂરતા પ્રમાણમાં ખાદ્ય તેલના જથ્થાની સ્થિતિ તથા નિકાસ માંગને લઈ અભાવ વચ્ચે તમામ ખાદ્ય તેલોની જાતોમાં એકંદરે સ્થિર વલણ

અમદાવાદ :ખાદ્ય તેલના ભાવોમાં એકંદરે ટકેલો ભાવનો માહોલ જોવા મળ્યો છે. ખપ પૂરતી માંગ વચ્ચે માર્કેટમાં પૂરતા પ્રમાણમાં ખાદ્ય તેલના જથ્થાની સ્થિતિ તથા નિકાસ માંગને લઈ અભાવ વચ્ચે આજે તમામ ખાદ્ય તેલોની જાતોમાં એકંદરે સ્થિર વલણ જોવા મળ્યું હતું.

અમદાવાદ ખાતે ખાદ્ય તેલ તથા અન્ય તેલોની જાતોના ભાવમાં સ્થિર વલણ જોવા મળતું હતું. મર્યાદિત નિકાસ પૂછપરછ અને માંગ-પુરવઠામાં એકંદરે ટકેલા વલણ વચ્ચે ભાવોમાં પાંખી વધઘટનું હવામાન જોવા મળતું હતું.

 

અમદાવાદ ખાતે 15 કિલો સિંગતેલ નવા ડબ્બાનો ભાવ નીચામાં રૂપિયા 2580,ઉપરમાં રૂપિયા 2600 રહ્યા હતા. જ્યારે સિંગતેલ નવો ડબ્બો 15 લીટરમાં રૂપિયા 2430 રહ્યા હતા.

 

અમદાવાદ તેલ બજારમાં કપાસીયા તેલ 15 કિલો નવા ડબ્બાનો ભાવ નીચામાં રૂપિયા 2,250 અને ઊંચામાં રૂપિયા 2350 રહ્યાં હતા. જ્યારે સોયાબીન 15 કિલોમાં નવો ડબ્બો રૂપિયા 2280, દિવેલના ભાવ રૂપિયા 2250 રહ્યા હતા.

 

અન્ય ખાદ્ય તેલોની જાતોમાં પામોલીન નવા ડબ્બાનો ભાવ રૂપિયા 2,150, કોપરેટ રૂપિયા 5900, સરસીયુ મોળું રૂપિયા 2470, સરસીયુ તીખુ રૂપિયા 2620 રહ્યા હતા. આ ઉપરાંત 15 લીટરમાં સનફ્લાવર તેલ રૂપિયા 2280, મકાઈ તેલ 15 લીટરમાં રૂપિયા 2100, કપાસીયા તેલ પાંચ લીટર રૂપિયા 700થી રૂપિયા 740 રેન્જમાં કામકાજ ધરાવતા હતા. જ્યારે સીંગતેલ 5 લીટરનો ભાવ રૂપિયા 730થી રૂપિયા 760 વચ્ચે કામકાજ ધરાવતા હતા.

(10:13 PM IST)