News of Monday, 17th November 2025
ગુજરાતી ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાયતે,તમામ રેકોર્ડ તોડ્યા :બોલિવુડ ફિલ્મ છાવા અને સાઉથની ફિલ્મને પાછળ છોડી
ફિલ્મનું કુલ કલેક્શન 38 દિવસમાં 61.25 કરોડ પર પહોંચી ગયું :પ્રભાસની કલ્કીનું કલેક્શન 38મા દિવસે પણ ઓછું હતું,

અંકિત સખિયાની એક ભક્તિમય થીમ આધારિત શાનદાર ફિલ્મ 'લાલો – કૃષ્ણ સદા સહાયતે' ગુજરાત ઉપરાંત સમગ્ર દેશ અને વિદેશમાં ખૂબ જ લોકપ્રિય બની ગઈ છે.
સતત છેલ્લા 39 દિવસથી આ ફિલ્મ બોક્સ ઓફિસ(Box office) પર જબરજસ્ત કમાણી કરી રહી છે અને ગુજરાત ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના અગાઉના તમામ રેકોર્ડને તોડી નાંખ્યા છે. આ સાથે ફિલ્મએ વર્ષ 2019માં 'ચાલ જીવી લઈએ' બાદ સૌથી સફળ ફિલ્મ બની છે. આ ફિલ્મએ 39 દિવસમાં કૂલ રૂપિયા 54.69 કરોડની શાનદાર કમાણી કરી છે.
આ ફિલ્મનું નિર્માણ ફક્ત રૂપિયા 50 લાખના રોકાણથી થયું હતું. પણ બોક્સ ઓફિસ પર આ ફિલ્મએ અભૂતપૂર્વ સફળતા મેળવી છે.
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કોઈ એક ફિલ્મ દ્વારા રૂપિયા 50 કરોડની બોક્સ ઓફિસ પર કમાણી કરવી તે એક અસાધારણ વાત છે. વીકેન્ડ બાદ તેનું ગ્રોસ કલેક્શન રૂપિયા 62 કરોડ થઈ ચુક્યું છે.
લાલો-કૃષ્ણ સદા સહાયતે 10મી ઓક્ટોબરના રોજ બોક્સ ઓફિસ પર આવી હતી અને આજે આ ફિલ્મને 39 દિવસ થઈ ગયા છે. આ શાનદાર ફિલ્મ સતત ચર્ચામાં છે અને બમ્પર કમાણી કરી રહી છે. સૌથી રસપ્રદ બાબત એ છે કે આ ફિલ્મ અનેક દિગ્ગજ હિન્દી તથા સાઉથી ફિલ્મોને પણ ટક્કર આપી રહી છે.
તે ટક્કર આપવા ઉપરાંત કેટલીક લોકપ્રિય હિન્દી ફિલ્મોને પણ કમાણી તથા લોકપ્રિયતાની બાબતમાં પાછળ રાખી દીધી છે.આ ફિલ્મએ અનેક દિગ્ગજ ફિલ્મોને પાછળ રાખી દીધી છે. ગુજરાતમાં લાલો-કૃષ્ણ સદા સહાયતેએ અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા-2, છાવા, ગદર, KGF 2, સ્ત્રી જેવી ફિલ્મોને પણ કમાણીની બાબતમાં ટક્કર આપી છે.
(10:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
