તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th November 2025
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ફરી ગુજરાત આવશે :20મીએ ભાવનગર જિલ્લા કાર્યાલયનું લોકાર્પણ કરશે: નારી ચોકડી ખાતે સભાને સંબોધન કરશે
આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સહિત મંત્રીઓ, ધારાસભ્યો .અગ્રણીઓ અને 25 હજારથી વધુ ભાજપ કાર્યકરો હાજર રહેશ: કૃષિમંત્રી જીતુભાઇ વાઘાણીએ કહ્યું - ખેડૂતને કોઈપણ ક્ષતિ, ત્રુટિ લાગે તો અમને જણાવી શકે છે

અમદાવાદ :કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ ભાવનગરની મુલાકાત લેશે. 20 નવેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ભાવનગર આવશે અને BJP જિલ્લા કાર્યાલયનું લોકાર્પણ કરશે એવી માહિતી છે. લોકાર્પણ બાદ નારી ચોકડી ખાતે સભાને પણ સંબોધિત કરી શકે છે. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સહિત મંત્રીઓ, ધારાસભ્યો, અગ્રણીઓ અને 25 હજારથી વધુ ભાજપ કાર્યકરો હાજર રહેશે એવી માહિતી મંત્રી જીતુભાઈ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી આપી છે.
રાજ્ય સરકારમાં હાલ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ યોજવવામાં આવી હતી, જેમાં તેમણે માહિતી આપી હતી કે, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ 20 નવેમ્બરે ભાવનગરની મુલાકાતે આવશે. દરમિયાન, તેઓ ભાજપ જિલ્લા કાર્યાલયનું લોકાર્પણ કરશે અને બપોરે લગભગ 3 વાગે નારી ચોકડી ખાતે સભાને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સહિત મંત્રીઓ, ધારાસભ્યો, અગ્રણીઓ અને 25 હજારથી વધુ ભાજપ કાર્યકરો હાજર રહેશે.
માવઠાથી ખેડૂતોને નુકસાન અંગે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, 10 હજાર કરોડનું સહાય પેકેજ ખેડૂતોને આપવામા આવ્યું છે. સાથે જ 15 હજાર કરોડની ખરીદી ખેડૂતોને બેઠા કરવા માટે છે. ખેડૂતને કોઈપણ ક્ષતિ, ત્રુટિ લાગે તો અમને જણાવી શકે છે. તેમણે કહ્યું કે, આ સરકાર ખેડૂતોની પડખે ઊભી રહેનારી સરકાર છે. ખેડૂત ફરી બેઠો થાય તે અમારી પહેલી પ્રાથમિકતા છે. નેટ કનેક્ટિવિટીને લઈ ખેડૂતોની સમસ્યા ઉકેલવાનો પ્રયાસ અમારા વિભાગ તરફથી થઈ રહ્યો છે
(10:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
