તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th November 2025
વિરમગામમાં ભાગવત કથા દરમિયાન યોજાયેલા ભવ્ય ડાયરામાં પૈસાનો વરસાદ વરસ્યો
ઠક્કર પરિવાર દ્વારા આયોજિત આ ડાયરામાં લોકગાયિકા ગીતા રબારી, ગોપાલ સાધુ અને ધરતી સોલંકીએ પોતાની સુંદર રજૂઆતોથી ડાયરાપ્રેમીઓને મંત્રમુગ્ધ કરી દીધા.

અમદાવાદના વિરમગામમાં ભાગવત કથા દરમિયાન યોજાયેલા ભવ્ય ડાયરામાં પૈસાનો વરસાદ વરસ્યો હતો. ઠક્કર પરિવાર દ્વારા આયોજિત આ ડાયરામાં લોકગાયિકા ગીતા રબારી, ગોપાલ સાધુ અને ધરતી સોલંકીએ પોતાની સુંદર રજૂઆતોથી ડાયરાપ્રેમીઓને મંત્રમુગ્ધ કરી દીધા. ડાયરા દરમિયાન ઉપસ્થિત સંગીતપ્રેમીઓએ કલાકારો પર ચલણી નોટોનો વરસાદ કર્યો હતો. ગીતા રબારીના ગીતો પર તો નોટોની વર્ષા અવિરત ચાલી હતી. આ ઉમદા દ્રશ્યથી સમગ્ર વાતાવરણ ભક્તિમય અને ઉત્સાહથી ભરપૂર બની ગયું હતું
(10:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
