News of Monday, 17th November 2025
સુરતના લિંબાયત વિસ્તારમાં બુટલેગર સદામની સરાજાહેર હત્યા:પોલીસ દોડતી થઇ:સનસનાટી
સુરતના લિંબાયત વિસ્તારમાં જાહેરમાં એક બુટલેગરની હત્યા કરી દેવાતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી:લિંબાયત પોલીસ દોડતી થઈ

સુરતના લિંબાયત વિસ્તારમાં ગુંડા તત્વો અને અસામાજિક પ્રવૃત્તિઓનો દબદબો ફરી એકવાર જોવા મળ્યો છે. અહીં જાહેરમાં એક બુટલેગરની હત્યા થઈ જતાં સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. આ હત્યાથી લિંબાયત પોલીસ પણ દોડતી થઈ છે. હત્યાનો ભોગ બનનાર વ્યક્તિનું નામ સદામ હોવાનું જાણવા મળ્યું છે. આ સદામ બુટલેગર તરીકે જાણીતો હતો. લિંબાયત વિસ્તારમાં સદામની સરાજાહેરમાં કોઈ અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી.
આ ઘટનાને પગલે વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. જાહેરમાં થયેલી હત્યાની જાણ થતાં જ લિંબાયત પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. આ મામલે પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ હત્યા પાછળ કોઈ અંગત અદાવત કે પછી જૂની ગેંગ વોર જવાબદાર હોવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે.
પોલીસે તપાસ હાથ ધરતા આસપાસના સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૂ કરી દીધી છે. તેમજ આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવી આરોપીઓની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે. જાહેરમાં હત્યાની ઘટનાને પગલે લિંબાયત વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર સવાલો ઊભા થયા છે.
(11:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
