<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th November 2025

સુરતના રાંદેર વિસ્તારના શારદાનગર ખાતે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો:પતિ-પત્ની અને વોના કિસ્સામાં નિર્દોષે જીવ ગુમાવ્યો

પૂજાએ પતિ દિનેશ પર હુમલો કર્યો હતો અને તેના ભાઈએ અજય પર હુમલો કર્યો હતો. જેમાં અજયને ગંભીર ઇજા થતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું

સુરતઃ શહેરમાં પતિ-પત્ની અને વોના કિસ્સામાં એક નિર્દોષે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. રાંદેર વિસ્તારના શારદાનગર ખાતે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે.

મળતી માહિતી પ્રમાણે, પતિ-પત્નીના સમાધનમાં ગયેલા યુવકની હત્યા નીપજાવવામાં આવી છે. દિનેશ રાઠોડને અન્ય મહિલા સાથે અફેર હતું. તેને કારણે પત્ની પૂજા રાંદેર વિસ્તારમાં આવેલા શારદાનગરમાં પિતાના ઘરે રિસામણે ગઈ હતી.

દિનેશ રાઠોડ પોતાના મિત્ર અજય સાથે પત્ની તેમજ બાળકોને મળવા ગયા હતા. તે સમયે દિનેશ રાઠોડને તેની પત્ની પૂજા અને તેના પરિવારના સભ્યો સાથે ઝઘડો થયો હતો. જેમાં દિનેશ રાઠોડ અને અજય પર પૂજા અને તેના પરિવારના સભ્યોએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો.

પૂજાએ પતિ દિનેશ પર હુમલો કર્યો હતો અને તેના ભાઈએ અજય પર હુમલો કર્યો હતો. જેમાં અજયને ગંભીર ઇજા થતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ મામલે પોલીસે પૂજા અને તેના ભાઈ સહિત 4 આરોપીની ધરપકડ કરી છે.

(11:38 PM IST)