News of Tuesday, 18th November 2025
મહીસાગરના હાડોડ બ્રિજ પરથી સગીર યુવક -યુવતીએ નદીમાં પડતું મૂકી મોતને વ્હાલું કર્યું
વિરપુર તાલુકાના એક યુવક અને એક સગીરાએ બાઈક મૂકી હાડોડ બ્રિજ પરથી નદીમાં કૂદકો માર્યો

મહીસાગરઃ જિલ્લાના હાડોડ બ્રિજ પરથી સગીર યુવક-યુવતીએ નદીમાં પડતું મૂકી મોતને વ્હાલું કર્યું છે. વિરપુર તાલુકાના એક યુવક અને એક સગીરાએ બાઈક મૂકી હાડોડ બ્રિજ પરથી નદીમાં કૂદકો માર્યો છે.
આ ઘટનાની જાણ થતાં જ તંત્ર ઘટનાસ્થળે પહોંચ્યું છે. સ્થાનિક ગ્રામજનો અને પોલીસ દ્વારા યુવક અને સગીરાની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત લુણાવાડા ફાયર વિભાગની ટીમ અને વહીવટી તંત્ર દ્વારા મહીસાગર નદીમાં તપાસ હાથ ધરવામાં આવી છે.
ઘટનાસ્થળેથી યુવક અને યુવતીના બાઇક અને ચંપલ સહિત મોબાઇલ મળી આવ્યા છે. આ ઉપરાંત એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. હાલ પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(12:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
