તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th November 2025
સુરત PCBનું નકસલવાદ પ્રભાવિત છત્તીસગઢમાં વિશેષ ઓપરેશન..અઢી દસકાથી ફરાર હત્યાનો આરોપી ઝડપાયો
૨૫ વર્ષથી વોન્ટેડ આરોપીને પકડવા અનુપમસિંહ ગેહલોતે ચેલેન્જ આપવા સાથે બાતમીની ખરાઈ પણ કરાવી આપી.. અકિલા સાથે અદભુત કાર્ય અંગે સુકાની PCB પીઆઇ આર.એસ. સુવેરા મિશનની રસપ્રદ વિગતો વર્ણવે છે : ૨૦ વર્ષથી ફરાર ૨૧ આરોપી રાજ્ય બહાર ( બિલાસપુર) પહોંચી પકડી પાડી નવો વિક્રમ સર્જનાર બ્રાન્ચ દ્વારા જીવના જોખમે સફળ કામગીરી કરતા સીપી દ્વારા પીઠ થાબડવામાં આવી

રાજકોટ તા.૧૮: સામાન્ય પ્રજાનો લુખ્ખા તત્વો રીઢા ગુનેગારોના ત્રાસ સામે તેમનો એક માત્ર આધાર અને વિશ્વાસ પોલીસ ઉપર જ હોય છે, ત્યારે આવા લુખ્ખાઓ અને રીઢા ગુનેગારો માત્ર પોલીસથી ભય પામે તેટલું પૂરતું નથી, આવા ગુનેગારો ગુન્હો કર્યા પછી રાજ્ય બહાર ચાલ્યા જાય એ પોલીસ તંત્ર માટે લાંછનરૂપ છે. એટલે આવા ફરારી વોન્ટેડ ગુનેગારો કોઈ પણ સંજોગોમાં પોલીસ પક્કડથી દૂર ન હોવા જોઈએ એવું દ્રઢપણે માનતા સુરત પોલીસ કમિશનર દ્વારા વોન્ટેડ ગુનેગારોની ફાઇલ ખોલી અને તેની વિશેષ જવાબદારી PCB બ્રાન્ચને આપી અને અમે ૨૦ વર્ષથી વધુ સમય થયા ફરાર ગંભીર ગુન્હાના ૨૧ અપરાધીઓ પકડી એક નવો વિક્રમ સર્જ્યો છે, તેમ સુરત PCB બ્રાન્ચના કાર્યદક્ષ પોલીસ ઇન્સ્પેક્ટર આર એસ સુવેરાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું છે.
તાજેતરમાં એક ૨૫ વર્ષથી મર્ડર જેવા ગુન્હાનો આરોપી ફરાર હતો, પોલીસ કમિશ્નર દ્વારા વોન્ટેડ રેકોર્ડ ચેક કરતી વખતે આ બાબત ધ્યાને આવી, અને PCB ને આ ચેલેન્જ આપી. ઘણા વર્ષો થયા હતા આરોપીનો દેખાવ ફરી ગયો હોય, ગુન્હા સમયે ૨૦ વર્ષનો યુવાન હોય હવે પ્રોૈઢ અવસ્થામાં હોય, અમારી ટીમે આ ચેલેન્જ ઝીલી.અમારી તમામ ટીમો એક્ટિવ બની દરમિયાન અમારા ASI હસમુખભાઈ મોહનભાઈ અને અશોકભાઈ લૂણીને મજકૂર શખ્સ છાતીસગઢના નક્સલી પ્રભાવિત બિલાસપૂરમાં હોવાની માહિતી મળી, આ માહિતી અમારી સમક્ષ આવતા અમારા અને પોલીસ કમિશનર શ્રીના ib કાર્યકાળને કારણે વિવિધ એજન્સીઓ સાથે ખૂબ સારા સંબંધ હોય ખરાઈ કરાવતા બાતમી સાચી લાગી.
નકસલ પ્રભાવિત રાજ્યમાં કોઈ અજાણ્યા પ્રવેશે અને તે પોલીસ હોવાની જાણ થાય તો મુશ્કેલી સર્જાઈ, પરંતુ અમારા હસમુખભાઈ અને અશોકભાઈની નિશ્રામાં પોલીસ સ્ટાફ હિંમતપૂર્વક પહોંચ્યો અને આરોપી અમરસંગ ભાટીને ઝડપી લીધો.
(11:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
