તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th November 2025
શું ગુજરાત પર મોટો ખતરો? આતંકી મોડ્યુલના પર્દાફાશ બાદ પોલીસ તંત્ર એક્શન મોડમાં
જિલ્લા એસપી અને પોલીસ કમિશનરોને ૧૦૦ કલાકનું અલ્ટીમેટમ જારી: તમામ રીઢા ગુનેગારોનો છેલ્લા ૩૦ વર્ષનો ગુનાહિત ઇતિહાસ તપાસવા ડીજીનો આદેશ

ગુજરાતમાં તાજેતરમાં આતંકવાદી ગતિવિધિઓની આશંકા વચ્ચે રાજ્યનું સમગ્ર પોલીસ તંત્ર હાઇ એલર્ટ પર આવી ગયું છે. રાજ્યના પોલીસ વડા (ડીજીપી) એ તમામ જિલ્લા એસપી અને પોલીસ કમિશનરોને ૧૦૦ કલાકનું અલ્ટીમેટમ જારી કર્યું છે. આ આદેશ અંતર્ગત, તમામ રીઢા ગુનેગારોનો છેલ્લા ૩૦ વર્ષનો ગુનાહિત ઇતિહાસ તપાસવામાં આવશે. પોલીસનો આશય એવા સક્રિય અને જૂના ગુનેગારોની ઓળખ કરી તેમના પર નજર રાખવાનો છે, જેઓ રાજ્યમાં સક્રિય થયેલા આતંકી મોડ્યુલને સ્થાનિક સ્તરે લોજિસ્ટિક્સ કે અન્ય મદદ પૂરી પાડી શકે છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ગુજરાત એટીએસ દ્વારા આઇએસઆઇએસના એક શંકાસ્પદ મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો અને અન્ય એક ષડયંત્રમાં સામેલ ૩ શંકાસ્પદોની કેમિકલ અને હથિયારો સાથે ધરપકડ કરવામાં આવી હતી. આતંકી હુમલાના ઇનપુટ્સ અને તાજેતરની આ કાર્યવાહીઓના પગલે જ પોલીસ વિભાગે રાજ્યભરમાં ગુનેગારો વિરુદ્ધ આ સઘન ઝુંબેશ શરૂ કરી હોવાનું મનાય રહ્યું છે.
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
