<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th November 2025

દાહોદ જિલ્લાના મંજુર થયેલા અનેક રસ્તાઓની પેચવર્કની કામગીરી શરૂ

ગ્રામ્ય વિસ્તારોને મજબૂત માર્ગવ્યવસ્થા સાથે જોડવાનો સરકારનો સંકલ્પ આ કાર્ય દ્વારા વધુ મજબૂત બનશે

દાહોદ : સમગ્ર દાહોદ જિલ્લામાં નવીન મંજુર થયેલા રોડ-રસ્તાના વરસાદે વિરામ લેતા ત્વરીત માર્ગ અને મકાન દ્વારા પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે. વિકાસના આ કામને લઈને માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ વિભાગ દ્વારા સ્થળ પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે તથા કામની ગુણવત્તાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ગ્રામ્ય વિસ્તારોને મજબૂત માર્ગવ્યવસ્થા સાથે જોડવાનો સરકારનો સંકલ્પ આ કાર્ય દ્વારા વધુ મજબૂત બનશે.

 

(1:51 PM IST)