<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th November 2025

નવસારીમાં મરોલી રોડના સાગરા ઓવરબ્રિજ પર કાર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કરમાં પિતા–પુત્રનું મોત

અથડામણ એટલી ભયાનક હતી કે પિતાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું જ્યારે પુત્ર બ્રિજ પરથી નીચે પટકાઈ જતાં તેનું પણ મોત થયું.

નવસારીમાં મરોલી રોડના સાગરા ઓવરબ્રિજ પર એક દુઃખદ અકસ્માત બન્યો છે, જેમાં કાર અને બાઈક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં પિતા–પુત્રનું મોત થયું છે. માહિતી મુજબ, કારચાલક મોબાઈલ પર વાત કરતા સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી બેઠો હતો. નિયંત્રણ ગુમાવેલી કાર પૂરપાટ ગતિએ સામેેથી આવતી બાઈક સાથે અથડાઈ ગઈ હતી અથડામણ એટલી ભયાનક હતી કે પિતાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું , જ્યારે પુત્ર બ્રિજ પરથી નીચે પટકાઈ જતાં તેનું પણ મોત થયું હતું . કારચાલકને સામાન્ય ઈજાઓ થઈ છે અને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

(8:15 PM IST)