તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th November 2025
સુરત શહેરમાં વિકાસ અધિકારીઓને ઝડપી બનાવવાના નિર્દેશ બાદ અલગ અલગ પ્રોજેક્ટના અધિકારી સાથે સંકલન મીટીંગ શરૂ
મેટ્રોને લઈને શહેરીજનોને પડતી મુશ્કેલીને લઈને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા પોતાના અધિકારી અને ખાસ કરીને ટ્રાફિક અધિકારી સાથે મેટ્રોના અધિકારીઓની સંકલન મીટીંગમાં મુશ્કેલુ દૂર કરવાના પ્રયાસ હાથ ધરાયા

સુરત શહેરમાં વિકાસલક્ષી કાર્યનું મંદગતિએ ચાલતી હોવાની વ્યાપક લખેલી ફરિયાદ બાદ ખૂબ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુરતની મુલાકાતે આવ્યા હતા અને તેમને વિકાસલક્ષી કાર્ય માં મેટ્રો અને રેલ્વે વિવિધ પ્રોજેક્ટમાં ચાલતી ધીમી ગતિ ને લઈને શહેરીજનો ભારે પરેશાનીનો સામનો કરવો પડતો હતો તેનો હવે દર અઠવાડિયા મેટ્રો અને વિવિધ પ્રોજેક્ટના અધિકારી મહાનગરપાલિકા તેમજ પોલીસ ના ટ્રાફિક વિભાગ દ્વારા સંકલન મિટિંગના કારણે ડાયવર્ઝનને લઈને શહેરીજનોને કોઈ જગ્યા પર પ્રોબ્લેમ નહીં થઈ તેની વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે
સુરત શહેર વિશ્વના નકશા પર સૌથી વિકાસ પામતું શહેર તરીકે ઓળખાઈ રહ્યું છે ત્યારે તેની સાથે સીધો શહેરમાં અલગ અલગ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે સુરત શહેરમાં સૌથી મોટો પ્રોજેક્ટ મેટ્રો અને લઈને ઘણી સમસ્યાઓ ઊભી થઈ રહી છે જેને વારંવાર શહેરીજનો વારંવાર મુખ્યમંત્રી વડાપ્રધાન સુધી રજૂઆત કરવામાં આવી હતી જેને લઈને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 15 નવેમ્બર સુરતની મુલાકાત લીધી હતી અને પોતાના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન તેમજ સુરત શહેરના વિવિધ રાજ્ય અને કેન્દ્ર સરકારના પ્રોજેક્ટની પણ સમીક્ષા કરવામાં આવી હતી જેના આધારે આવે મંદગતિએ ચાલતું કાર્ય વિકાસલક્ષી ફુલ ઝડપે શરૂ કરવાના નિર્દેશ આપ્યા છે તેની સાથે સાથે હવે અઠવાડિયે મહાનગરપાલિકા મેટ્રો અને વિવિધ પ્રોજેક્ટના અધિકારી સાથે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા પોતાના ઉચ્ચ અધિકારી અને ટ્રાફિક વિવેક અધિકારી સાથે મીટીંગ આયોજન કરવામાં આવ્યું હતું જેના અનુલક્ષીને આજે મંગળવારે સાંજે ટ્રાફિક બાબતે રિજીયન ત્રણ એસીપી એસ આર ટંડેલ પોતાના ત્રણ અધિકારી સાથે મેટ્રોને લઈને સંકલન મીટીંગ માં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી ખાસ કરીને શેહરીજનોને અડચણ રૂપ બેરીકેટ લઈને મુશ્કેલી પડતી હતી તેને દૂર કરવાની પણ તજવીશ હાથ ધરવામાં આવી છે
(8:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
